________________
પક્ષેની હરિફાઈ ગ્રીસમાંથી આવી. ત્યાં એની શરૂઆત પણ થઈ ત્યાં બે પક્ષો હતા. (૧) જમીન ઉપર નભનારા જમીનદારો અને (૨) વેપારી. એટલે ગ્રીસનું રાજ્યતંત્ર ભદ્ર લોકોના હાથમાં હતું. એમાં કેટલાક વિચારક લોકો પાકવા. જેમણે રાજકારણની રીતે લોક ઘડતરમાં મોટો ફાળો આપ્યો. જમીનદારોની આપખુદી હતી. તેઓ લેકે ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરતા હતા. વેપારી અને કારીગર મળેલા હતા. તેમને પણ આ પ્રભુત્વ અકળાવતું હતું. પણ તેઓ બોલી શકતા ન હતા. આ પ્રભુત્વને દૂર કરવા માટે ગ્રીસમાં પક્ષ પદ્ધતિ ઊભી કરવામાં આવી, હવે પ્રશ્ન એ થયો કે ગ્રીસના રાજ્ય ઉપર પ્રભુત્વ કેવું રહે? એમાંથી પ્રતિનિધિ પ્રથા ચાલુ થઈ કે રાજ્ય પ્રજામાંથી ચુટેલા પ્રતિનિધિઓ ચલાવે. પણ જમીનદારોની આપખુદી દુર કરવી અને રાજ્ય પ્રતિનિધિઓને સોંપવું એ સરળ વાત ન હતી. પેટ્રન (મુરબ્બી) પેટ્રી એટ (દેશભકત) એ બન્નેને સાંકળીને રાજ્યના પ્રતિનિધિ તરીકે નીમવાને વિચાર થયે.
ઉમરાવોની-જમીનદારોની રાજ્ય ઉપર જે પકડ હતી તેને તેઓ છોડવા માગતા ન હતા. એવામાં આમ જનતાએ હડતાલ પાડી. ઉમરાવોનું કામ આમ જનતા વગર ચાલી શકતું ન હતું એટલે તેમણે તાત્કાલિક તે નમતું જોખ્યું પણ પાછળથી લોકોના પ્રતિનિધિએમાંથી કેટલાકને ફાંસીએ ચડાવ્યા અને કેટલાકને ઝેર આપ્યું.
એ જ અરસામાં રોમમાં પણ એ પ્રશ્ન ઊભું થયું કે નવી પરિસ્થિતિમાં જેમ ગ્રીસમાં રાજ્ય ઉપર આમજનતાનું પ્રતિનિધિત્વ રહે. કે જમીનદારોનું? તેમ રોમમાં રાજ્ય કેણ ચલાવે ધર્મગુરુ કે સમ્રાટ ધર્મગુરુ (પિપ)નું પ્રભુત્વ લોકો ઉપર ઘણું હતું પણ ધીમે ધીમે તેઓ રાજ્યાશ્રિત થતા જતા હતા; અને વિલાસ-આરામ પણ વધારે કરવા લાગ્યા હતા. તેથી તેમનું પ્રભુત્વ ઘટી ગયું અને તે વખતના સમ્રાટે કહ્યું : “ધર્મ કર્મ અને પરલોક સંબંધી તમારી સત્તા રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com