________________
૨૧૮
નિશ્ચિંતતા મળે તે સિદ્ધાંતથી હઠવાનો પ્રશ્ન ઉભો જ ન થાય. આવા સમયે પ્રબળ પ્રેરક બળોએ પણ તેને પ્રેરણા આપવી જોઈએ. જે આમ થાય તે તે દેશ અને વિશ્વ માટે ઘણું કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં ભારતીય તટસ્થ નીતિ અને સંસ્કૃતિને અનુકુળ અન્ય પક્ષો કામ કરી શકે એવા નથી. માત્ર ભારતીય રાષ્ટ્રીય મહાસભા જ (કેગ્રેસ) એમાં સફળ થઈ શકે છે અને થઈ છે.
૫. જવાહરલાલ નેહરૂની રાહબરી નીચે કોંગ્રેસ (રાષ્ટ્રીય મહાસભા) દ્વારા સર્વ પ્રથમ કોલંબમાં તટસ્થ રાષ્ટ્રની એક પરિષદ ભરાઈ હતી. તેને ઉદ્દેશ એ હતું કે આજે દુનિયાના રાષ્ટ્ર મોટે ભાગે બે મહાસત્તાના જુથમાં વહેંચાઈ ગઈ છે, એને લીધે અથડામણો, સંઘ અને આક્રમણ થાય છે, શાતિ રહેતી નથી. એટલે કમમાં કમ આફ્રિકાના નવોદિત સ્વતંત્ર રાષ્ટ્રો અને એશિયાનાં સ્વતંત્ર રાષ્ટ્રોએ મળીને “પંચશીલને સ્વીકાર કરવો જોઈએ, તે આ પ્રમાણે હતા :–
(૧) સહઅસ્તિત્વ, (૨) સાર્વભૌમત્વ, (૩) અનાક્રમણ, (૪) અહસ્તક્ષેપ અને (૫) પરસ્પર સહયોગ. આનો વિશેષ ખુલાસે કરવાને અહીં પ્રસંગ નથી; પણ આનાથી એક ફાયદો એ થયો કે સંસ્થાનવાદી દેશે (દા. ત. અમેરિકા, બ્રિટન, ફોસ વ.) અને સામ્યવાદી દેશમાં સમતુલા આવી ગઈ. જો કે વચ્ચે-વચ્ચે કેટલાક અથડામણના પ્રસંગો બન્યા પણ મોટે ભાગે આનાથી મોટો લાભ થયો. ત્યાર પછી બીજી પરિષદ બેલગ્રેડમાં ભરાઈ, જેમાં આફ્રિકા-એશિયાનાં રાષ્ટ્રોએ આ પંચશીલના સિદ્ધાંત ઉપર મહોર છાપ મારી અને ૬ કે ૮ રાષ્ટ્રોએ સક્રિય તટસ્થતા (કોઇ પણ જુથમાં નહિ ભળવાની વાત) સ્વીકારી.
ત્યાર પછી સંયોગો બદલાયા અને ચીને ભારત ઉપર આક્રમણ કર્યું, ભારતનો કેટલાક પ્રદેશ પચાવી પાડશે. એટલે ફરીથી તટસ્થ રાની એક પરિષદ કલબમાં ભરાઈ ગઈ; જેમાં ચીન-ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com