________________
૨૧૭.
ઘણે જ અનુકુળ છે. એનું પ્રેરક બળ હતું સેવા માટે સ્વરાજય મેળવવું અને સ્વરાજ્ય મળ્યા પછી લોકોને ઉનન કરવા. ઉપરાંત તે કશાહી દ્વારા અહિંસા-સત્યની દિશામાં શાંતિમય બંધારણીય રીતે લોકોને વિકાસ કર એ એનું સૂત્ર છે. એને ઉછેર ભારતમાં થયો છે તે ભારતીય સંસ્કૃતિના વહેણોના સિંચનથી સિંચાઈ છે અને તપ-ત્યાગ-બલિદાન વડે તેનું ઘડતર થયું છે. બાપૂએ ૧૮ રચનાત્મક કાર્યક્રમો આપીને તેને ઘડવા સાથે દેશનું પણ ઘડતર કર્યું હતું. સ્વરાજ્ય પહેલાંને એને ૬૨ વર્ષને ઈતિહાસ છે. ભારતના ઉચ્ચ કોટિના ત્યાગી બુદ્ધિશાળી અને સેવાભાવિ લોકોનું અને મુખ્યત્વે રાજનીતિમાં ધર્મત્વનો પ્રવેશ કરાવનાર ગાંધીજીનું અને નેતત્વ, સ્વરાજ્ય પહેલાં મળ્યું હતું અને સ્વરાજ્ય બાદ જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, જેવાનું એને નેતૃત્વ મળ્યું. આજે પણ તેમને વારસ મળેલ છે અને તેમાં ઘણાં રત્નો છે. આમ છતાં પણ એમાં સત્તા મળ્યા બાદ ઘણું અનિષ્ટોને પ્રવેશ થયો અને કેટલોક સડો વ્યાપ્ત બન્યા છે. તેનું કારણ એ છે કે કેવળ સત્તા માટે આ સંસ્થામાં પ્રવેશી જનારા તકવાદી લેકે ભળી ગયા. સત્તા મળ્યા પછીનાં દુષણનો થતો ફેલાવે, સત્તા માટે તેણે ધ્યેય વિરૂધ્ધ કોમવાદ અને પ્રાંતવાદ સાથે મેળવેલા હાથે છે, જેની ભૂલ કોંગ્રેસને પાછળથી સમજાઈ છે.
છેલ્લે છેલ્લે કામરાજજના વડે કોંગ્રેસે પાછું પોતાનું એ ધ્યેય સ્વીકાર્યું છે તેનું મુખ્ય કામ સેવા છે, સત્તા નથી એટલે એમાં પેઠે સડે દુર કરી શકાય તેમ છે. તે માટે ગ્રામસંગઠને, લોકસેવક સંગઠને વડે તેની પાસેથી સામાજિક, આર્થિક ક્ષેત્રે દૂર કરવાથી તે ઘણું કામ કરી શકશે. કોંગ્રેસ માટે પ્રેરક અને પુરક બળો હોય તો તેની શુદ્ધિ અને પુષ્ટિ બને એકી સાથે થાય. આ વાત કેસના મોવડીઓ સ્વીકારે છે.
બીજ પક્ષે કરતાં કોંગ્રેસ વધારે અણનમ રહી છે. ઘણીવાર સગવશાત અનિશ્ચિત બની જાય છે. તેને ગ્રામસંગઠને વડે મતદાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com