________________
૨૧૬
દેશમાં સંકટ છવાયેલું હતું ત્યારે એક થવાને બદલે તેઓ છુટા થયા. ગાંધીજીએ તેમને કહેલું: “ તમે અત્યારે છુટા થાવ છો તે બરાબર નથી. ભગવાન પણ તમને માફ નહીં કરે ?” આ ઉગારો વ્યથાના હતા એટલે તે વખતે સમાજવાદનું મૂળ રૂ૫ અને સત્તાકાંક્ષા નજર સમક્ષ આવ્યાં. સમાજવાદી પક્ષો રાષ્ટ્રીય કરણમાં માને છે જ્યારે કોંગ્રેસ બધી બાબતોમાં તેને માનતી નથી. કોંગ્રેસનું ધ્યેય વિકેંદ્રીકરણ છે, તે રાજસ્થાન, આંધ્ર બે પ્રાંતિમાં થયું છે. પણ જ્યાં ધર્મમય સમાજ રચનાને મૂળ પાયો ન હોય ત્યાં આ બધું રાજસત્તા પ્રાપ્ત કરવા માટેની પડાપડીનું મેદાન બની જાય છે.
સ્વતંત્ર પક્ષ : આ પક્ષમાં મોટા ભાગે જૂના રાજા-મહારાજા, જાગીરદારે કે જુનાં સરકારી તંત્રનાં માણસો મોટાભાગે છે. તેમનું કોઈ નિશ્ચિત સંગઠન નથી તેમજ એ લોકોના છાશવારે બદલાતા તેમજ એક બીજાથી વિરૂદ્ધ પડતાં નિવેદન ઉપર મદાર બાંધીને આગળ ન વધી શકાય.
પ્રાંતીય પક્ષો : કોમવાદી પક્ષ પ્રાંતીય પક્ષો પણ છે. ખાસ કરીને દક્ષિણમાં એવા બે પક્ષેનું જોર વધારે છે. જેમાં દ્રવિડ–ઝ ઘમ (સંધ) અથવા દ્રવિડ મુનેત્રા કઝગમ (અગ્રગામી સંધ) તથા સંયુક્ત મહારાષ્ટ્ર વગેરેને ગણાવી શકાય. આવા પક્ષો ભારતની એકતાના વિધાતક હેઈને તેમની પાસેથી ધર્મમય સમાજ રચનાની આશા રાખવી વધારે પડતી છે. તે ઉપરાંત પણ બિહાર, બંગાળ, ઓરિસ્સા વગેરેમાં પણ પ્રાંતીય રાજનૈતિક પક્ષો છે. પણ તેમનું લક્ષ કેવળ પિતાના પ્રાંત પૂરતું હોઈને તે બળો કે પક્ષે ધર્મમય સમાજ રચના માટે ઉપયોગી નથી.
કેંગ્રેસ-(રાષ્ટ્રીય મહાસભા) : હવે કોંગ્રેસને તપાસીએ અને ચકાસીએ. કોંગ્રેસનો પાયો છે સંસ્થાનવાદથી મુક્ત કું અને વિશ્વના બીજા દેશોને મુક્ત કરાવવા. એને પાયો ધર્મમય સમાજ રચના માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com