________________
૨૧૫
પદલિત રાખ્યા છે અને ઉપર આવવા દીધા નથી. એવાને પંપાળીને સત્તા મેળવવાનો પ્રયાસ થાય છે, એટલે તે ભારતની રાજનીતિથી વિરૂદ્ધ જ છે,
સમાજવાદી પક્ષે : આમાં પ્રજા સમાજવાદી, સંયુક્ત સમાજવાદી, કિસાન સમાજવાદી વગેરે સમાજવાદના લેબલવાળાં પક્ષોને સમાવેશ થાય છે. આ બધા પક્ષોને પાયો સત્તા દ્વારા ક્રાંતિ કરવી એ છે. ભારતની કોઈ દિવસ એ નીતિ રહી નથી કે સત્તા વડે ક્રાંતિ થાય. અહીં રાજા-મહારાજા પણ પ્રજામાં ન્યાય નીતિનું પાલન કરાવવા માટે રાજા થતા, સત્તા કે ભોગવિલાસ ભોગવવા માટે થતા નહીં. વચમાં જે કે રાજાઓ પણ આપખુદ બન્યા અને આજે રાજાશાહી ઇચ્છનીય પણ નથી રહી.
આ સમાજવાદી પક્ષેનું પ્રેરક બળ ચૂંટણી કરવી, સત્તાસીન પક્ષને વિરોધ કરે-વગેવવો વગેરે છે. પણ આ પક્ષના મૂળભૂત આદર્શોને ઉછેર વિદેશોમાં થયું છે. એટલે એ પક્ષે ભલે લોકશાહીમાં માનતા હોય પણ એમની નીતિ ભારતીય સમાજવાદને અનુકૂળ નથી. કારણ કે ભારતમાં હંમેશા રાજ્ય ઉપર પ્રજા અને પ્રજાસેવકને અંકુશ રહ્યો છે ત્યારે વિદેશી સમાજવાદમાં રાજ્ય તંત્રને મહત્વ આપવામાં આવે છે અને એકહથ્થુ સત્તાનાં પણ જોઈ શકાય છે.
આ પક્ષો જે કે લોકશાહી અને સમાજમાં માનતા હેઇને જાતિવાદ કે કેમવાદમાં માનતા નથી પણ કેટલીક વખત સમાજવાદના ભ્રમમાં સામ્યવાદવાળી નીતિને અપનાવી હિંસા-ભાંગતોડને ઉત્તેજન આપે છે. દેશવ્યાપી કર્મચારી હડતાલ વખતે એ પક્ષેને હાથ હતે અને તેમણે તેડફોડમાં ભાગ લીધે હતે. એમની વચ્ચે કોઈ ચોકકસ નીતિ નથી. તેનું ઘડતર પણ થયેલું નથી. આમાંથી મોટો ભાગ આઝાદી પહેલાં કોંગ્રેસમાં હતું અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાથી અનુસરે છે. પણ સ્વતંત્રતા મળ્યા બાદ, અણુને ટાંકણે ન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com