________________
૨૧૪
લીગ, અકાલીદળ, રામરાજય પરિષદ, જનસંઘ વગેરે મુખ્ય છે. આ કોમવાદી પક્ષનો પાયો પિતાની જ કોમનું રાજ્ય થવું જોઈએ એ હેય છે. દા. ત. હિંદુરાષ્ટ્ર, મુસ્લિમ વતન કે એવું કંઈક.
આવા કોમવાદી પક્ષોનું પ્રેરક બળ મૂડીવાદ અને ધમધતા હોય છે. તે મુડીવાદને પંપાળે છે, ધર્મને નામે લોકોના ઝનુનને ઉત્તેજન આપે છે. ઉશ્કેરે છે અને ધર્મની સામે ધર્મને લડાવે છે.
આને જન્મ અને ઉછેર હિંદમાં થયો છે પણ તે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી. અહીંના ધર્મોએ માનવ-એકતા સ્થાપી છે ત્યારે કોમવાદે ધર્મના નામે માનવ માનવ વચ્ચે લડાઈ શરુ કરાવી છે. અહીં તે મિત્રતાની દષ્ટિએ જોવાની બધાને વાત છે કે “મિત્રય ચક્ષુષ સર્વાણિ ભૂતાનિ પસ્યામહે !આવી ઉદાત્ત ભાવના રહેલી છે. વર્ણોની ઉત્પત્તિ ધંધાની દષ્ટિએ કે કર્મની દષ્ટિએ થઈ. તેમાંથી ઉચ્ચ-નીચની ભાવના થઈને સવર્ણ અને અસવર્ણને ઝઘડો ચાલ્યો. પણ તેમાં ધર્મના નામે જે ઝઘડાઓ આ કોમવાદી પક્ષો ઊભા કરે છે તે ભારત માટે તે કાળા લંક સમાન છે. એવા કેમવાદે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જેવાનું ખૂન કરાવ્યું છે.
કોમવાદી પક્ષ ઘણે જ ઝનુની પક્ષ છે. ઈતિહાસના પાનાંઓનાં પાનાંઓ તેનાથી થયેલ ઝઘડાઓ કે હત્યાઓથી ભર્યા છે. ગયા વિશ્વયુદ્ધમાં એ જ કોમવાદના નામે લાખ યહુદીઓની કતલ કરવામાં આવી. આઝાદી પછી હિંદ-પાકિસ્તાનના ભાગલા થતાં કોમી રમખાણોથી મોટી જાનમાલની નુકશાની થઈ છે.
કોમવાદને પાયો સ્થાપિત હિત છે. તેનું પ્રેરકબળ મૂડીવાદ અને ધર્માધતા છે. ભારતમાં ઉછેર થયો હોવા છતાં તે ભારતને અનુકુળ નથી. કારણ કે આમાં જેમના હાથમાં નેતૃત્વ રહે છે તેઓ કતિ જાગીરદારો, જમીનદારો મઠાધિપતિઓ કે શ્રીમતો હોય છે અથવા તેમને ટેકો આપનાર વગર હેય છે. જેમણે ધર્મ-કર્મના નામે ગરીબ અને દલિતોને ચૂસ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com