________________
વિશ્વરાજનીતિનાં પાસાંઓ-૨ ભારતના રાજકીય પક્ષ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વની રાજનીતિમાં ભારતે મુખ્ય ભાગ ભજવવાને છે. તે માટે સર્વપ્રથમ ભારતના રાજકીય પક્ષે ઉપર વિચાર કરવાનું છે. આપણે એ નિર્ણય કરવાને છે કે જે પક્ષ અનુબંધની દષ્ટિએ ધર્મમય સમાજની રચના માટે વધુ અનુકૂળ છે. ભારતના રાજકીય પક્ષમાં આપણે ત્રણ વસ્તુઓ ચકાસવાની છે –(૧) તેને પાયે શું છે? (૨) તેનું પ્રેરકબળ કયું છે? (૩) તેનો ઉછેર અને વિકાસ કેવા સંજોગોમાં થયો છે. આ દષ્ટિએ જુદા જુદા પક્ષેને તપાસીએ –
સામ્યવાદ : સામ્યવાદને પાયો મજુર સત્તાવાદ છે, તેની સાથે કેટલાક બુદ્ધિજીવીઓ વડે સત્તા ભોગવવી એ છે. દુનિયાભરના મજુરા અને શ્રમજીવીઓની સત્તા થાય અને સત્તા વડે મજર સરકાર ઊભી કરવી કે મજુર સરમુખત્યારશાહી આણવી એ જ એને પામે છે.
સામ્યવાદનું પ્રેરકબળ વર્ગ-વિગ્રહ છે. બે વર્ગો વચ્ચે વિગ્રહથી અસંતોષ ઊભો થાય છે. એટલે તેઓ શ્રમિકોમાં તીવ્ર અસંતોષ પેદા કરાવી પિતાને સ્વાર્થ સિદ્ધ કરે છે. એટલે તેઓ શુહ કે અશુદ્ધ સાધનથી વર્ગ સંઘર્ષ કરવે-કરાવવો એ તેમની નીતિ રહે છે.
એને ઉછેર કે વિકાસ અહીં થયો નથી. વિદેશમાં થયો છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ આ હિંસાવાદી કે તેફાની પક્ષ કઈ પણ રીતે એગ્ય જ નથી. કેદી ચાલી-ચલાવીને યુદ્ધ કરવું આપણી ભારતની સંસ્કૃતિના ખમીરમાં નથી. આક્રમણ તે નથી જ. કેવળ સ્વસંરક્ષણ માટે પ્રત્યાક્રમણને સહારો લેવો પડે છે. તે વાત જુદી છે. આ સામ્યવાદી પક્ષ લોકવાસન માટે ઉપયુક્ત નથી.
કેમવાદી પક્ષે : કોમવાદી પક્ષમાં હિંદુ મહાસભા, મુસ્લિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com