________________
૧૯૬
જાય છે અને સુધરતો નથી એટલે તેમણે એક નવી વ્યવસ્થા ઊભી કરી. તેને દંડનીતિ કહેવામાં આવે છે.
એ માટે રાજ્યના ચક્રો (ક્ષેત્રે) નક્કી કરવામાં આવ્યા. તેના ઉપર નિયમન કરનાર એક ચક્રવર્તી (રાજા) બનાવવામાં આવ્યો. તેમાં વસતી પ્રજા માટે નિયમો ઘડવામાં આવ્યા. શાસનની નીતિ નક્કી થાય તે પ્રમાણે ચક્રવર્તીને ચાલવું પડતું. સર્વ પ્રથમ અધ્યાનું ચક્ર ગોઠવાયું. નાભિરાજાની સાક્ષીએ ઋષભદેવ કુળકરના બદલે નવા ચક્રવર્તી રાજા બન્યા. તેમણે કળા, સમૃદ્ધિ, ખેતી, જીવનરક્ષા,. સલામતી વગેરેની જવાબદારી લીધી. અમારો રાજા એટલે જે નિયમે નક્કી થાય તે પળાવવાનું કામ કરે, અમારા જીવનની રક્ષા કરે, અમારી આજીવિકાના વિકાસનું કામ કરે ! તે પ્રમાણે ચક્રની પ્રજાએ રાજાની વ્યાખ્યા સ્વીકારી અને જૈન પરંપરામાં પહેલા રાજા ઋષભ કહેવાયા.
વૈદિક પરંપરામાં એમ મનાય છે કે મનુમહારાજાએ સમાજના નિયમો ઘડ્યા; લોકોને સંભળાવ્યા. તેમણે યજ્ઞ કર્યો. આ અગાઉ લોકો છૂટાછવાયા ફરતા હતા. તેમને ચાર વર્ણની રીતે લેકોને સંગઠિત કર્યા. એમનાં કર્મો અને નિયમે ગોઠવ્યાં. આ પ્રમાણે પહેલા રાજા તરીકે ઈવાકુ વંશના રાજા મનુ થયા. મનુસ્મૃતિમાં લખ્યું છે તે પ્રમાણે નિયમે પળાવવા લાગ્યા.
પશ્ચિમમાં કે પહેલો રાજા થયા. એને ઈતિહાસ મળતું નથી.. કોઈ વખતે ત્યાં પણ ટોળાંઓમાંથી સમાજ રચાયો હશે. તેમાં રાજા જેવી વ્યક્તિ નીમવામાં આવી હશે કે રાજા-પ્રજા વચ્ચે કરાર કર્યો થયો હશે તે કંઈ ઉપલબ્ધ નથી. જેમ પૌરાણિક લોકોએ પહેલા રાજાની કથા ઘડી કાઢી તેમ આ પશ્ચિમના લોકોએ પણ ગોઠવ્યું. પિતાને ઠીક પડે એ રીતે વર્તવા માટે રાજા નહેતે નિમાયો પણ કાનૂન પળાવવા અને પાળવા માટે રાજા હતા. તેમનાં ગ્રંથ પ્રમાણે રાજા કાનૂન ન પાળનારને દંડ આપતો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com