________________
૧૭
આમ રાજનીતિને પ્રારંભ થયો. પણ રજા નબળો થાય કે નિરંકુશ થાય તે વસતિ પીડાય. તેવા રાજાને ખતમ કરવાનું નકકી થયું. વેણ રાજા અત્યાચારી અને નિર કુશ થઈ ગયો હતો એટલે તેને ખતમ કરીને તેના સ્થાને પયુને ગાદી ઉપર બેસાડ્યો. તે વખતના લોકો માનતા હતા કે અત્યાચારી રાજા હડકાયા કુતરાની જેમ છે. તેને મારી નાખવું જોઈએ, એમ નીતિકારોએ વર્ણવ્યું,
પણ કેટલાક રાજાઓ બળવાના હતા. તેઓ અત્યાચારી થયા. તેમની સામે પ્રજા કંઈ પણ બોલી શકતી ન હતી. રાજા કહે તે ખરૂં અને પ્રજાને તે માનવું જ જોઈએ ( સર્વ દેવમહિસર એટલે કે રાજામાં સર્વેદેને સમૂહ છે એમ માનવાની) એવી પ્રથા પડી ગઈ. સિકંદર, સિહરાજ, અકબર વગેરે બાદશાહે સારા છતાં–તેમના ઉપર અંકુશ ન હોવાથી તે પિતાનું મન માન્ય કરતા હતા. એટલે રાજા ઉપર ચોકીદાર તો હોવો જ જોઈએ; એ વસ્તુની જરૂર પડી. એના માટે શું કરવું તેને વિચાર થયેઃ એક નવી વ્યવસ્થાને જન્મ થયો. રાજાની વંશપરંપરાગત ગાદી આપવાની પ્રથા તેડવામાં આવી તેમજ રાજાના ચેકીદારે રાજ્યનું સંચાલન કરે એ વાત આવી. આવા એકહથ્થુ સત્તાવાળા રાજાના રાજ્યને Despotic (ડિસ્પેટિક) રાજ્ય ગણવામાં આવ્યું. આ રાજા પયગંબર ગણાત, ભગવાનને પુત્ર ગણાતે, તે ઝડપથી નિર્ણય લેતો, કામ કરતા અને તેના ઉપર કોઈની સત્તા ન હતી.
આજે પણ એવા Despotic રાજે છે. ઇજિટમાં કર્નલ નાસર પ્રધાન બન્યો એના ઉપર કોઈ નથી પક્ષને અધિકાર નથી કે તેને હટાવી શકે. શિયામાં મુશ્કેલ અને ચીનમાં માઓત્યે તુંગ પણ એજ કેટિના સરમુખત્યાર છે. જો કે પાર્ટી એમને દૂર જરૂર કરી શકે પણ પાર્ટી તેમ કરે; તેવી સ્થિતિઓ રહેવા દે નહીં. સાઉદી અરેબિયા જોર્ડન, ઈરાક, વિ. માં આપખુદ રાજત ત્ર સ્થપાયાં. આમાં ઘણા નામના રાજા પણ આપખુદ રાજાઓ થયા. ઈગ્લાંડના રાજાઓએ આફ્રિકાના ભૂભાગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com