________________
૧૯૪
અન્યાયી અને અત્યાચારી હતા. તેથી રાજ્ય સ્થાપનાની પાછળની જે કલ્પના હતી તે ચુંથાઈ ગઈ. રાજાઓમાં ધર્મ-ન્યાયના કર્તવ્ય પાલનને બદલે ભોગવિલાસ અને અન્યાયની પ્રવૃત્તિઓ વધવા લાગી. તેથી એવા રાજાઓને પદધૃત કરવાના દાખલાઓ પણ મળે છે. હિંદમાં પ્રારંભથી જ રાજ્યને સમાજનું એક અંગ માનવામાં આવ્યું છે. તેના ઉપર મહાજને (પ્રજા) અને બ્રાહ્મણોને અંકુશ રહ્યો છે. ઋષિમુનિવરો પણ રાજાને માર્ગદર્શન આપતા. રાજાઓને અન્યાય તરફ જતા સેવામાં જ્યારથી બ્રાહ્મણ અને ઋષિઓ ઉપેક્ષિત રહ્યા ત્યારથી ધર્મ ઉપર આક્રમણ શરૂ થયું; રાજયમાં પણ દૂષણે ત્યારથી પેઠાં.
ઈંગ્લાંડની રાજશાહીમાં તે વચગાળામાં ધર્મગુરુઓ અને રાજાઓ બને મળી ગયા અને ધર્મગુરૂઓ પ્રેરકને બદલે અનિષ્ટ પિષક બની ગયા. એટલે ત્યાંના રાજાઓ લગભગ નિરંકુશ, અત્યાચારી અને પ્રાપીડક બનવા લાગ્યા. પરિણામે વચમાં મધ્યમ વર્ગીય અને વેપારી લકોએ તે સામંતશાહી પદ્ધતિને ઉથલાવી પાડી હતી; પણ તે છતાં યે નીચલા થરના લોકોને શેષાવું જ પડયું હતું. ફાંસની રાજ્યક્રાંતિ તેમ જ યુરોપમાં થયેલ ઔદ્યોગિક ક્રાંતિના કારણે નિમ્નવર્ગ જાગૃત થયો અને લોકશાહી શાસન શરૂ થયું. તેમાં પણ શ્રમજીવીઓનો જોઈ એ હિસ્સાને નથી. દુનિયાની વિધિસરતાની દષ્ટિએ તપાસતાં ભારતમાં લોકશાહી મોડી આવી છે એટલે તે ઉછરતી અવસ્થામાં છે.
વિશ્વની રાજનીતિનાં પાસાંઓ ઉપરથી એ વિચારવાનું છે કે દુનિયાની સર્વશ્રેષ્ઠ શાસન પદ્ધતિ લેકશાહી છે તેને વિશ્વમાં કઈ રીતે ફેલાવી શકાય? લેકશાહીમાં મૂડીવાદી વર્ચસ્વ અગર તો મજૂરવાદી વર્ચસ્વ દૂર થઈને તે લકલક્ષી લેકશાહી કેમ થાય ? લોકોનું ધર્મલક્ષી ઘડતર શી રીતે થાય ?; જેથી લેકશાહીથાં લોકોને અવાજ મુખ્ય બને. જ્યાં જ્યાં સંસ્થાનવાદ છે કે સામ્રાજ્યવાદ છે ત્યાં લોકશાહી વ્યવસ્થા ઉભી કરવા માટે ભારતે શું કરવું જોઈએ ? આ બધા માટે રાજનીતિનું જ્ઞાન હોવું જરૂરી છે જેથી રાજનીતિના પ્રવાહે જાણીને તેને શુદ્ધ કરી વિકાસના પ્રયત્નો થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com