________________
૧૩. વિશ્વ રાજનીતિનાં પાસાઓ – ૧ વિશ્વમાં રાજનીતિના પ્રવાહ ] [ મુનિશ્રી નેમિચંદ્રજી
શ્રી દુલેરાય માટલિયા વિશ્વદર્શનની અંદર માનવ સમાજની વ્યવસ્થામાં ધર્મનું સ્થાન, તેમ જ ઈતિહાસ-ભૂગળ અને વિજ્ઞાનના પ્રભાવ અંગે વિચાર થઈ ગયા છે. તેવી જ રીતે રાજનીતિ અંગે પણ વિચારવું જરૂરી છે. જેના વગર દર્શન સંપૂર્ણ નહીં બને.
યુગલિયા કાળમાં કદાચ રાજકારણને વિચાર ન કરવું પડે; પણ જ્યારથી સમાજ રચાય ત્યારથી એક યા બીજી રીતે રાજકારણ આવવાનું જ. એટલે રાજકારણથી છૂટા રહેવું એ એક કપડું સાહસ ગણાશે કારણકે તેમ કરવાથી રાજકારણ ચડી વાગશે. એનો અર્થ એ નથી કે રાજકારણમાં પદ કે સત્તા મેળવવી જોઈ એ. પદ કે સત્તા લીધા વગર રોજિંદાના પ્રજા જીવન સાથે સંકળાયેલા રાજકારણને વિચાર કરવો જ જોઈએ. આજે લેકશાહી પદ્ધતિ હેઈને, લેકઘડતર કરવા માટે લોકોને સાચી માહિતી આપવા માટે પ્રજા, પ્રજાસેવક તેમ જ પ્રજાપ્રેરક (સંત) માટે રાજનીતિનું જ્ઞાન બહુ જ જરૂરી છે. સાધુસાધ્વીઓ માટે પણ તે જરૂરી છે એ અને સારી પેઠે વિચાર થઈ ચૂક્યો છે.
શરૂઆતમાં ભગવાન ભદેવે રાજ્ય સ્થાપ્યું અને તેઓ પાંચ કારણે સર રાજા બન્યા –(૧) દુષ્ટ-નિગ્રહ, (૨) શિષ્ટાનુગ્રહ, (૩) ધર્મપ્રવર્તન, (૪) સંગ્રહ (૫) સમાજવ્યવસ્થા. આ પાંચ કારથી રાજ્યની જરૂરત ઊભી થઈ. શરૂઆતમાં જે જે રાજાઓ થયા તેમણે પોતે કષ્ટ સહીને, ત્યાગ કરીને પ્રજાનું પાલન અને રક્ષણ કર્યું. પણ વયગાળામાં કેટલાક એવા રાજાઓ પણ આવ્યા જેઓ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com