________________
૧૮૫
પ્રકૃતિ, વિજ્ઞાનીઓ અને યાજ્ઞિકને પણ વર્ષો સુધી શોધખોળ કરી પદાર્થ મેળવવાને પુરૂષાર્થ કર્યાને મોટો ફાળો છે. આર્યો ભારતમાં આવ્યા તેમ દરોન, અરબસ્તાન, ગ્રીસ વગેરે દેશો તરફ પણ ફેલાયા. ત્યારે તેમની પાસે વિજ્ઞાન હતું જ. તેને વિકાસ અવરોધે છતાં તે કરતા જ ગયા છે.
આજે તે વિજ્ઞાને પૃથ્વી પાણી, હવા, આકાશ અને તેજસ તવ ઉપર અને સાથે સાથે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ઉપર સારી પેઠે કાબુ મેળવ્યો છે. જળ, સ્થળ અને આકાશમાં વિચરણ કરવા માટે ઝડપી વાહન બનાવ્યા છે. ટેલિફોન, ટેલિવીઝન, રેડિયો, રેકાર્ડ, લાઉડસ્પીકર વગેરે વડે શબ્દને ચમત્કાર કરી બતાવ્યું છે. ફોટો, છાપખાનાં, ટેલિવિંટર વગેરે દ્વારા રૂ૫( છબિ)ને ચમત્કાર કરી બતાવ્યા છે. જુદા જુદા યંત્ર વડે વિદ્યુત અને તેજની શક્તિને કાબુમાં કરી છે. વાયુયાન, રોકેટ અને અવકાશયાન વડે તેણે આકાશ અને વાયુનો ઉપયોગ કર્યો છે. આ બધા વૈજ્ઞાનિક શોધ-પરિશોધનો ઉદ્દેશ્ય માનવ સમાજની ભલાઈને હેય તો વિજ્ઞાન દ્વારા ઘણું મોટું કામ થઈ શકે એમ છે.
ખરું જોતાં વિજ્ઞાનનો સદુપયોગ કે દુરૂપયોગ માનવજાત કે વૈજ્ઞાનિકો ઉપર નિર્ભર છે. વિજ્ઞાન કોઈનું ભલું કે બૂરૂ જાને કરતું નથી. એને ઉપયોગ કર્તામાં તેને વિવેક હેવા જોઈએ. ઘણા લોકો વિજ્ઞાન ઉપર એ દવા પણ કરે છે કે વિજ્ઞાને માણસને અધાર્મિક કે વિલાસી, સ્વછંદી. સવાર્થી બનાવ્યો છે તેમ જ ભારતીય સંસ્કૃતિનું ગોરવ નષ્ટ કર્યું છે. એ ઉપર ઊડે વિચાર કરીએ તો જણાશે કે તે
ટું છે. આમ જોવા જઈએ ભારતમાં પણ સ્થાનિકો અને પ્રકૃતિ વિજ્ઞાનીઓ બન્નેએ પ્રયોગો કર્યા હતા. તેમણે રાસાયણિક વિજ્ઞાન સાથે દેવ-દેવીને ચમત્કાર જેણે અને દુરૂપયોગ કર્યો. પરિણામે અહીં વિજ્ઞાનને વિકાસ ત્યાં લગી પહોંચીને અટકી ગયો અને આંધળા વિશ્વાસે ચમકારો વધવા લાગ્યા. વિજ્ઞાનનું સાચું જ્ઞાન ધર્મના નામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com