________________
૧૮૬
જે અંધ વિશ્વાસ, કુરૂઢિઓ, દંભ, ચમત્કાર, દેવ-દેવીના નામે પશુબલિ, વૃથા કલહે, અસ્પૃશ્યતા વગેરે જે દુષણો ચાલે છે તેને કાર્ય-કારણ ભાવ વડે ફગાવી દે છે, તે સત્ય પ્રગટ કરે છે અને ધર્મમાં સંશોધન કરવાનું કામ કરે છે. એટલું જ નહીં વિજ્ઞાને પાશ્ચાત્ય ધર્મ સંસ્થાની ખાસ કરીને અને સામાન્યતઃ બધી જ ધર્મ સંસ્થાની આંખો ઉઘાડી સાચા ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપી છે. ક્રિયાકાંડમાં ધર્મની ઇતિશ્રી માનનારા લોકોને તરવજ્ઞાન અને સદાચાર તરફ વાળવાની પરિસ્થિતિ વિજ્ઞાને ઊભી કરી છે. એ બન્નેને સુમેળ સધા જરૂરી છે.
જ્યારથી ધર્મ અને વિજ્ઞાનને સંબંધ તૂટયો છે ત્યારથી બને ક્ષેત્રે જુદાં જુદાં થઈને નિરંકુશ થઈ ગયાં છે. તેથી માનવજાતિને ઘણું નુકશાન થયું છે. ધર્મ સંસ્થાનાં બે મુખ્ય કામ હોય છે – ( ૧ ) વિજ્ઞાનની સાથે તેને મેળ બેસાડે એટલે વિજ્ઞાન અને ધર્મ પરસ્પર પૂરક બનવા જોઈએ. વિજ્ઞાનનું કામ સાધન પેદા કરવાનું છે તે ધર્મનું કામ છે વ્યવસ્થા કરવાનું. પેદા ન થાય તે વ્યવસ્થા શી રીતે થાય ! એટલે વિજ્ઞાન તે કાર્ય કરતું રહેશે પણ ઉત્પાદનની વ્યવસ્થા હાલમાં રાજ્ય સંસ્થા દંડશક્તિ વડે કરે છે તેના બદલે ધર્મસંસ્થા પ્રેમશક્તિ વડે ધાર્મિક સમાજ મારફત કરાવે છે તે યુગાનુરૂપ જરૂરી કાર્ય થયું ગણાશે. આ માટે જે ધાર્મિક નીતિવાળો સમાજ બનાવે છે તે માટે રાજ્ય સરકાર કાયદા-કાનૂન કે દડશકિત વડે તેમને નમ્ર, શાંત, કતા, પરોપકારી અને દયાળ બનાવવા પ્રયત્ન કરે તે સફળ નહીં થાય પણ જે ધાર્મિક સંસ્થા સંસ્કાર સીંચનનું કાર્ય કરે તે તે તરત થઈ શકે છે.
રખે, કોઈ એમ માને કે ધર્મસંસ્થાને પિતાના સંસ્કાર–પ્રયોગોમાં વિજ્ઞાનની જરૂર નહીં પડે. એક જગ્યાએ ધર્મ પ્રચાર કરાય તે વિજ્ઞાન, ત્યાં છાપખાના વડે છાપવામાં, વાહન વડે સંચાર કરવામાં, રેડિયો વડે પ્રચાર કરવામાં મદદ કરે છે. માંદા માણસોને રાહત આપવામાં, વ્યવસાયિક ક્ષેત્રમાં વ્યવસાય વધારવામાં વૈજ્ઞાનિક સાધન બહુ જ ઉપયોગી છે. જે વિજ્ઞાન સાથે ધર્મને સંબંધ હશે તે માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com