________________
૧૮૪
સામિષ (માંસયુક્ત ઘણુંના કાળજાં, ચરબી, તેલ વગેરે ) હોય છે. ધર્મની દષ્ટિએ તેને અભયે જ ગણવી જોઈએ. આરોગ્ય સાથે આધ્યાત્મ તળે તો અહિંસા અને માનવહિતમાં ઘણું કામ થાય.
૧૨ ૫ : ઉપસંહાર : વિજ્ઞાન અને આધ્યાત્મ જ્ઞાનને મેળ થવું જોઈએ
વિજ્ઞાન વિષય બહુ જ મટે છે. અને આજે વિજ્ઞાનની શાખાઓનો અભ્યાસ પણ વર્ષો માગી લે છે. ઉપર ટુંકમાં તેને
ખ્યાલ માત્ર આવ્યો છે. આધુનિક વિજ્ઞાન સાથે આધ્યાત્મ વિજ્ઞાનનો 'મેળ થાય તે વિશ્વમાં સાચી સુખ શાંતિ ફેલાય. જે ભૌતિક વિજ્ઞાનને પાયે આધ્યાત્મિક વિજ્ઞાન હોય તે વિજ્ઞાન વડે સંહારના બદલે સર્જનનું અદ્દભૂત કાર્ય થઈ શકે. આ અગાઉ આપણે (શ્રી માટલિયાજીના પ્રવચનમાં) ભારતીય તત્ત્વજ્ઞાન સાથે આધુનિક પ્રાશ્ચાત્ય વિજ્ઞાનને સમન્વય છે. તેમાં શું ફરક છે? કઈ કડી તૂટે છે તે વસ્તુ સ્પષ્ટ કરી છે.
એવું નથી કે વિજ્ઞાને માનવજગતને કંઈ પણ આપ્યું નથી. તેણે માનવજીવનના પિષણ, વિકાસ અને સંવર્ધન માટે ઘણું સામગ્રી આપી છે. પ્રારંભમાં જંગલમાં રહેતા, સંસ્કૃતિ વિહીન માણસે જ્યારે સર્વ પ્રથમ અન્ન-ઉત્પાદન વસ્ત્રનિર્માણ અને પાક-વિજ્ઞાનની શોધ કરી હશે અને તેને અનાજ, કપડાં તેમ જ રહેઠાણ અને સુખસગવડે થઈ હશે ત્યારે તે કેટલે આનંદી થયા હશે? તેણે રાજી થઈને અન્ન, પૃથ્વી અને અગ્નિને દેવ તરીકે પૂજવા શરૂ કર્યા એમ વેદો ઉપરથી જાણું શકાય છે.
માણસ આમ વિજ્ઞાનના સહારે આગળ વધતો જ રહ્યો છે. આજે પાશ્ચાત્ય વિજ્ઞાનને જે વિકાસ થઈ રહ્યો છે તેની પાછળ ભારતના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com