________________
૧૮૨
બીજા દર્શનેામાં આવે છે. ભારતીય ધર્મોએ તે “શરીરમાશં ખલુ ધર્મ સાધનમ ” કહીને તેનું મહત્વ સ્વીકાર્યું છે.
એમાં પાશ્ચાત્ય વિજ્ઞાનીઓએ એક વિશેષતા કરી છે તે છે સર્જા. તેઓ શરીરના દરેક અંગ પ્રત્યંગને ચીરીને પ્રત્યક્ષ જુએ છે. એની ક્રિયા-પ્રતિક્રિયાનો અભ્યાસ કરે છે. એટલે વાઢકાપ (સર્જરી)ને વિજ્ઞાનમાં આજના વિજ્ઞાનીઓએ સારી એવી પ્રગતિ કરી છે, ત્યાં સુધી કે તેઓ અવય, શિરાઓ તેમજ હૃદયને પણ અન્યના શરીરમાં બેસાડવાને સફળ પ્રયત્ન કરી રહ્યા છે.
આરોગ્ય અને આહાર શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર-વિજ્ઞાનની વાતે, ચરક સુશ્રુત, ભાવપ્રકાશ, નિઘંટુ વગેરે અયુર્વેદ ગ્રંથોમાં આવે છે. આમાં પાશ્ચાત્યવિજ્ઞાનીઓએ વ્યવસ્થિતતા આવ્યું છે. તેમણે આહારમાં રહેતાં જુદાં પષક તર (વીટામીને) ની શોધ કરી છે. દરેક માણસના સંતુલન આહાર પ્રમાણે તેમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વસા, ખનીજ, લવણ, વીટામીન તેમજ પાણી લેવા જોઈએ. જુદી જુદી ઋતુઓ, વાતાવરણ, ભૌગોલિક સ્થિતિ, પ્રમાણે આહાર હોય છે અને શરીરને વિકાસ થાય છે. ગરમ દેશમાં રહેનાર માણસને ઠંડા દેશમાં રહેનાર કરતાં ઓછા ખોરાકની જરૂર પડે છે. ભારતની જળવાયુ પ્રમાણે હલકો અને સુકાય રાક હોવો જોઈએ. ગરિષ્ઠ ભેજન ગરમ પ્રદેશમાં મેડું પચે છે.
ભજન મિશ્રિત હોવું જોઈએ. દરેક ખાદ્ય પદાર્થમાં બધાં જ તો હતાં નથી, તેથી અલગ અલગ શરીરને પિષતાં પદાર્થોનું જમણ હેય તે શરીર નિરોગી રહે છે. સ્વાદ માટે ગરિષ્ઠ, તળેલાં કે ચરબીયુક્ત પદાર્થો શરીરને નુકશાન કરે છે.
એક પૂર્ણ વિકાસ પામેલા માણસ માટે ભોજનમાં આટલા પદાર્થો લેવાં જોઈ એ –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com