________________
૧૮૧
જુદા જુદા ધર્મો બહુ ઊંડા ઊતર્યા છે. સવિશેષ જૈનધર્મે આ દિશામાં ખૂબ પ્રગતિ કરી છે. હિન્દુસ્તાનમાં કુતરા, ગાય, ભેંસ, ઘેડા, હાથી, પારેવા વગેરે પશુ-પક્ષીઓને ઉપયોગી અને સાથે વાત્સલ્ય દ્વારા આત્મીય બનાવવાના પ્રયત્નો થયા છે.
પાશ્ચાત્ય વૈજ્ઞાનિકો એને ઉપયોગ વિશેષ શોધખોળ કરીને કરવા મળી રહ્યા છે. જે તેની સાથે આધ્યાત્મિક વિજ્ઞાન ભળે તો બને કામો એકી સાથે થાય. જેમ સમાજ-વિજ્ઞાનમાં ભારત આગળ છે અને તે આધ્યાત્મિક દ્રષ્ટિએ વિચારે છે, તે જ રીતે વૈજ્ઞાનિક જીવોને વાત્સલ્યભાવે જુએ છે તે વિજ્ઞાન ખરી પ્રગતિ કરી શકે. જી પાસે ઉપયોગી કામ લેવામાં આવે, તેમને હુંફ સંરક્ષણ અને વહાલ આપવામાં આવે તે મોટું કામ થાય. મધમાખીઓને પાળવાને અને શેર (શહતૃત)ના કીડાઓને પણ પાળવાનો ધંધે અહિંસક રીતે વિકસે તે અહિંસક ઢબે ઘણી વસ્તુઓ મેળવી શકાય. ભારતે ગાયને માતા અને વૃષભને પિતા કહીને સામાજિક પ્રતિષ્ઠા આપી છે. જીવ વિજ્ઞાન પણ એ દિશામાં આગળ વધે એ ઈચ્છનીય છે.
(૭) શરીર અને આરોગ્ય વિજ્ઞાન જીવવિજ્ઞાન સાથે જે સંબંધ છે તે દેહવિજ્ઞાન અને તેની સાથે જેને સંબંધ છે તે આરોગ્ય વિજ્ઞાન છે. આ બે વિજ્ઞાન પણ ભારતમાં ખૂબ જ ખીલ્યાં છે. એમાં શરીર, તેને પિષક સંસ્થાને, અવય, આમાશય, ફેફસાં, આંતરડા, પિત્તાશય, મૂત્રાશય, મળદાર, નાડી, વગેરેનાં જ્ઞાનને સમાવેશ થાય છે. તેનું જ્ઞાન હેય તે સ્વસ્થ રહીને માણસ આધ્યાત્મની સાધના કરી શકે છે.
| મુખ, દાંત, જીભ, હાથ, કાન, નાક, પગ વગેરે ઇોિનાં કાર્યો કયાં કયાં છે? મસ્તિષનું શું ખાસ કામ છે? બાકીનાં અંતઃકરણ કયાં છે? આ બધું ભારતના આયુર્વેદ પ્રથે, એગદર્શન અને પ્રથે તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com