________________
૧૬૨
રાષ્ટ્રને માલેતુજાર બનાવવા અને બીજા રાષ્ટ્રોને ગાવવામાં રાસાયણિકવિજ્ઞાનને ઉપયોગ કરે છે. તે પણ આધ્યાત્મ-વિજ્ઞાનના અભાવના કારણે જ.
સામાન્ય પ્રજા આધ્યાત્મિક-જ્ઞાનની એટલી બધી ભૂખી હોતી નથી. એટલે જ્યાં ભારતના યાજ્ઞિકોએ આધ્યાત્મના અનુબંધ વિના, પ્રજાને છેતરી, પામર બનાવી, ધનિકો પાસે પૈસા પડાવ્યા, તેમ યુરોપના વિજ્ઞાનિકોએ પપ પાસેથી અને આગળ જતાં સત્તાધીશો પાસે આશ્રય મેળવવાનું કેવળ સ્વાર્થનું કાર્ય કર્યું. પરિણામે વિજ્ઞાન માણસના ઉપયોગી બનવાને બદલે ભૂતકાળમાં અને આજે પણ ડર, વહેમ કે સત્તા ચલાવવાનું અહિતકર સાધન સાબિત થયું છે. તેના કારણે સત્તાને પોષણ મળ્યું છે અથવા વધારે પડતા ભોગ વિલાસના સાધનો વધ્યાં છે. આધ્યાત્મને પાયે વિજ્ઞાનને હોવો જોઈએ તે જ તે જનતાનું હિત કરી શકે.
(૩) જીવ-વિજ્ઞાન આટલું રસાયણ-વિજ્ઞાન અને ભૌતિક-વિજ્ઞાન અંગે વિચાર્યા બાદ જીવ-વિજ્ઞાન ઉપર આવીએ. પદાર્થ શક્તિ અને જીવન અંગે વિજ્ઞાની અને તત્ત્વજ્ઞાની વચ્ચે છેડે પાયાને ફેર છે તે વિચારીએ.
વિજ્ઞાનીઓ જીવને મૂળ સંગજન્ય દ્રવ્ય માને છે ત્યારે ભારતીય તત્વજ્ઞાનીઓ એને સ્વતંત્ર દ્રવ્ય માને છે અને તેથી શકિત પણ એના પ્રભાવના કારણે વ્યવસ્થિત રીતે જગતમાં કાર્ય કરે છે તેમ કહે છે. વિજ્ઞાનીઓ જીવ કરતાં શક્તિને પણ વિશિષ્ટ તવરૂપે ગણતા નથી.
પશ્ચિમના વિજ્ઞાનીને આ પાયાનો ફેર ત્યાંના બાઈબલ અને કુરાનના કારણે છે. તેમાં લખ્યું છે કે પૃથ્વી, આકાશ, વાયુ, જલ અને વનસ્પતિ એમ વિકાસ થતાં છ દિવસે આદમ અને ઈવ પેદા થયા. ભગવાને પિતાના સૂરમાંથી એને પેદા કર્યા તેથી યુરોપમાં ધર્મ અને વિજ્ઞાનને તાળો ન મળ્યો. ધર્મગુરુઓ, ધર્મ મૂઢતા અને અંધશ્રદ્ધા તરફ વળ્યા તેમ જ પ્રજાને પણ તેમણે એ તરફ વાળી. તેથી વિજ્ઞાની અલગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com