________________
૧૫
બાબતે ઈતિહાસ વડે જાયા-વિચાર્યા પછી જ વિશ્વને નૈતિક ધાર્મિક પ્રેરણા આપવાનું દર્શન સાધકને થઈ શકે. અને તો જ તે કઈ ક્રાંતિ, સંઘર્ષ, જાતીય ચેતના વગેરેને બરાબર પરિચય કરીને ક્રાંતિકારો, નેતાઓ અને જનનાયકોને સાચે ન્યાય આપી શકે. વિશ્વ ઇતિહાસ જાણનાર સાધક આજના યુગની પરિસ્થિતિઓ અને જરૂરિયાતની કસોટીએ હજારે વરસ પહેલાંની અવસ્થાને કરવાની મૂઢતા કરે નહી, તેમજ પ્રાચીન કાળની સમાજની અહિતકર મર્યાદાઓને આજના સમાજ ઉપર લાદે પણ નહીં. એટલા માટે પ્રવચનના આ ભાગમાં સર્વપ્રથમ વિશ્વ ઈતિહાસની ઝાંખી કરાવવામાં આવી છે.
ત્યાર પછી વિશ્વ ભૂગોળની ઝાંખી આપવામાં આવે છે. કારણ કે વિશ્વદ્રષ્ટાસાધકને આજના જ્ઞાતવિશ્વની ભૌગોલિક પરિસ્થિતિનું જ્ઞાન નહિ હોય, તે ત્યાંની રહેણીકરણી, ભાષા, આહવા, રીતિરિવાજો, આચાર-વ્યવહારથી પરિચિત નહિ હોય તો નીતિ ધર્મની પ્રેરણા આપવા માટે સક્ષ્મદર્શન પણ શી રીતે કરી શકશે ? ત્યાંની સમૃદ્ધિ, ધરતીની ફળદ્રુપ શકિત, નદી–પહાડ વગેરે કુદરતી સાધનની માહિતી નહિ હોવાથી તે ત્યાંની લોકશકિતને જાગૃત શી રીતે કરી શકશે! એટલા માટે વિશ્વ ભૂગોળનું જ્ઞાન જરૂરી છે.
આ પછી વિશ્વના વિજ્ઞાનને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે, જેથી ઉચ્ચ સાધક તેને દેશની વૈજ્ઞાનિક પ્રગતિની માહિતી મેળવીને, વિજ્ઞાનને ધર્મ-નીતિના અંકુશમાં લાવવા માટેની પ્રેરણા આપી શકે. વિશ્વવિજ્ઞાનનું સ્થળ દર્શન તેને હશે તો તે સુક્ષ્મદર્શન પણ મેળવી શકશે.
ત્યાર પછી વિશ્વની રાજનીતિને સંક્ષિપ્ત પરિચય આપવામાં આવેલ છે. આજે દુનિયામાં રાજકારણની બેલ બાલા છે. રાજકારણના કાવાદાવામાં પડીને માનવજાતિ પિતાનું અહિત કરી રહી છે. જે રાજકારણની સાચી માહિતી હેય ને ધર્મ-કારણ દ્વારા તેને નાથવાને પુરુષાર્થ થઈ શકે. એટલા માટે વિશ્વના રાજકારણનું સ્થળ દર્શન જરૂરી ગણવામાં આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com