________________
છેલ્લે વિશ્વની અર્થનીતિનો પરિચય આપીને વિશ્વની આર્થિક વ્યવસ્થા માં કેવી અને કેટલી વિષમ છે ? કયાં કઈ અર્થનીતિને અનુસરવાથી પ્રજા શાંતિથી રહી શકે ? એ રીતની પ્રેરણા વિશ્વની, અર્થનીતિની માહિતી હોય તે જ સારી પેઠે આપી શકે. અર્થ અને કામ ઉપર ધર્મ-નીતિનો અંકુશ આ માહિતી હોય તે જ લાવી શકાય.
આમ વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓમાં વિશ્વના ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, રાજનીતિ અને અર્થનીતિની ચર્ચા કરીને વિશ્વની માનવજાતિનાં જુદાં જુદાં પાસાંઓનું દર્શન કરાવવામાં આવ્યું છે. તે સાથે જ સાધક તે વિષયમાં સૂક્ષ્મદર્શન શી રીતે કરી શકે, તેની ચર્ચા પણ કરવામાં આવી છે.
આ પ્રવચન પુસ્તકના બધા વિષયોમાં પ્રવચન આપવાનું મારે અને શ્રી માટલિયાને ફાળે આવ્યું હતું. જો કે અમે બનતા સુધી દરેક વિષયને ન્યાય આપવાની બહુ કાળજી રાખી છે; અને સાધક-સાધિકા તેમજ સાધુ-સાધ્વી આને પચાવીને દૃષ્ટિ મેળવી શકે તે રીતને પુરુષાર્થ કર્યો છે. છતાં ક્યાંક વિગતમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો તે સુધારવાની અમારી પૂરી તૈયારી છે.
દષ્ટિસંપન્ન વાચક વર્ગ અમારા આ પ્રયાસને આવકારશે અને અમારા–ઉત્સાહમાં વૃદ્ધિ કરશે એવી આશા રાખું છું.
શરદ્દ પૂર્ણિમા તા. ૨૧–૧૦–૬૪ કમાણ જૈન ભવન
૩–રાયસ્ટ્રીટ કલકતા-૨૦,
–મુનિ નેમિચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com