________________
૧૪
શિબિર પ્રવચનના અત્યાર સુધી છપાયેલા ભાગમાં સારી પેઠે ચર્ચા કરવામાં આવી છે. દા. ત. સમાજવિજ્ઞાન માટે “અનુબંધ વિચારધારા (બીજો ભાગ), સાધુસંસ્થાની ઉપયોગિતા અને અનિવાર્યતા (ત્રીજો ભાગ) અને ક્રાન્તિકારો” (સાતમો ભાગ). આ ત્રણ ભાગોમાં વિવેચન છે. ધર્મ માટે “સર્વધર્મ ઉપાસના' (ચોથે ભાગ). અને “સામુદાયિક અહિંસા–પ્રયોગો (છઠ્ઠો ભાગ) એમ બે ભાગમાં વિવેચન છે. દર્શન માટે “દર્શન વિશુદ્ધિ (આઠમો ભાગ), વિશ્વ વાત્સલ્ય, સર્વોદય અને કલ્યાણ રાજ્ય (૧લો ભાગ) અને સ્મૃતિ વિકાસના માર્ગો (૧૦ મો. ભાગ)માં વિવેચન છે, તેમજ સંસ્કૃતિ માટે “ભારતીય સંસ્કૃતિ માં વિવેચન છે. તે ઉપરાંત વિશ્વના ભૂગોળ, ઈતિહાસ, રાજકારણ, વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર માટે આ નવમા ભાગમાં સારભૂત વિવેચન કરવામાં આવ્યું છે; એ ભાગનું નામ “વિશ્વદર્શનનાં વિવિધ પાસાંઓ” રાખવામાં આવેલ છે.
વિશ્વનાં સ્થળ દર્શન કરવા માટે વિશ્વ ઇતિહાસ દ્વારા આ જગતના જુદા જુદા ભૂભાગમાં માનવ પૂર્વજોએ કરેલ ભગીરથ કાર્યો દ્વારા પ્રેરણું અને ભૂતકાળધારા વર્તમાનને ઘડવાનું જ્ઞાન મેળવવું તેમજ ઈતિહાસ દ્વારા સમાજશાસ્ત્રના વિજ્ઞાનસમ્મત સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, ભૂતકાળની ભૂલોને છોડવાની પ્રેરણા મેળવવી જરૂરી છે, તેમજ વિશ્વઈતિહાસ દ્વારા વિશ્વની તે-તે યુગની સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજનૈતિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાઓના જ્ઞાન દ્વારા, આજે તેમાં હેપદયને વિવેક કરી સમાજને પ્રેરણા આપવાનું કામ થઈ શકે.
અમુક દેશે, અમુક સમયે જે પરિસ્થિતિઓ હતી, વિભિન્ન સમુદાય વચ્ચે જે પારસ્પરિક સંબંધ હતા, જુદા જુદા વર્ગોમાં ચેતનાની જુદી જુદી જે માત્રા હતી, તથા એ બધામાં જે વિરોધી અવસ્થાઓ હતી, એ સૌની પૃષ્ઠભૂમિમાં માનવ કલ્યાણ માટે ક્રાંતિનું કયું રૂપ કે દસ્થ સંભવિત હતું, વિભિન્ન વર્ગો કે સમુદાય વચ્ચે શા માટે સંઘર્ષ થશે?
એને અંત શી રીતે થયો એનું પરિણામ શું આવ્યું આ બધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com