________________
૯. વિશ્વભૂગોળનું દર્શન ક્ષેત્રે અને સંસ્કૃતિ]
| મુનિશ્રી નેમિચંદ્રજી
ભૂળ જરૂરી છે ?
વિશ્વ વાત્સલ્યના સાધક માટે જેમ ઇતિહાસનાં પરિબળોનું જ્ઞાન જરૂરી છે તેમ વિશ્વભૂગોળનું જ્ઞાન પણ જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ વિશ્વવાત્સલ્ય તેને સાધવાનું છે. તે માટે વિશ્વમાં કેટલા ભૂખડે છે ? ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને તે ઉપરથી રહેણી કરણી તેમજ સંસ્કૃતિ, સંસ્કાર કેવા છે? ત્યાં ધર્મ-નીતિની દષ્ટિએ વ્યાપક પ્રચાર થઈ શકે છે કે કેમ ? ત્યાં ક્યાં – ક્યાં તો ખૂટે છે? કઈ વસ્તુ ઓછી પાકે છે કે જેના કારણે માંસાહાર, પાણીહંસા કે એવાં અન્ય અનિષ્ટ માર્ગે જવા લેકે પ્રેરાય છે? આ બધી બાબતોનું જ્ઞાન સાધકને વિશ્વ વાત્સલ્યની સાધનામાં મદદ રૂપ નીવડે છે.
આજે વેપારી, ઉદ્યોગપતિ કે સામાન્ય માણસને પણ વિશ્વની ભૂગોળ જાણવી જરૂરી થઈ પડે છે. જેથી તેમને જુદા જુદા પ્રદેશોમાં થતું ઉત્પાદન, તેને વેપાર, તે અંગેની હરિફાઈ અંગે જાણવા મળે છે. આવા જ્ઞાનમાં જયારે રાષ્ટ્રીય ભાવ કે વિશ્વભાવ ભળે છે ત્યારે વિધવાત્સલ્ય સાધવા તરફ મંડાણ થાય છે. જેમકે એક દેશમાં દુકાળ પડે; બીજા દેશમાં અનાજ વધારે છે–તે મોકલે છે, આજ માનવ પ્રેમના ઘણાં સુંદર દાખલાઓ વિધવાસલ્યના સાધકની સામે આવે છે. જે તેને ધાર્મિક સમાજ ઘડવામાં મદદરૂપ થાય છે.
અગાઉ પૃથ્વી એટલે માતા ગણાતી. પાંચ માતાઓમાં પૃથ્વી કે ધરતીમાતાને વિશેષ ઉલ્લેખ થત, વેદપાઠ થતો –
___माता भूमिः पुत्रोऽहं पृयिव्यांः ભૂમિ માતા છે અને હું પૃથ્વીને પુત્ર છે. આ દેહ પાંચ ભૂત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com