________________
૧૧૮
તે શકય નથી. તેમનું વિલીનીકરણ થવું જોઈએ કે, તેમને છેદ થવો જોઈએ. તે ઉપરાંત કોંગ્રેસમાં પણ શુદ્ધિ અને પુષ્ટિ બનેને અનુરૂપ કાર્ય થાય છે તે આંતરરાષ્ટ્રિય ક્ષેત્ર કંઈક સક્રિય કાર્ય કરી શકશે.”
શ્રી પૂજાભાઈ: “ધર્મગુરુઓએ સ્વર્ગ–નરકની વાતો વચ્ચે લોકોને અટવાયેલા રાખી પિતાનો સ્વાર્થ રચ્યો. રાજાઓએ સત્તાના કારણે સ્વાર્થ પો; વેપારીઓએ પિતાને ધન-સ્વાર્થ પ–પરિણામે પ્રજા ચગદાઈ ગઈ અણસમજના કારણે અણઘટતો બોજો પડ્યો. આ યુગે દયાનંદ, ગાંધીજી જેવી વ્યક્તિઓ ન પાકી હેત તો આજે જે કંઈ કાર્ય થઈ શકયું છે તે ન થઈ શકયું હોત. ધર્મતેજ અહીં જૂના કાળથી ટકી રહ્યું છે પણ તેને યુગની જબાન આપવામાં આવા પુરુષને ઈતિહાસના પાને મહાન ફાળે નોંધાયેલો છે.
(૨૧-૮-૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com