________________
૧૧૧
આ બળવા પછી હિંદની દુર્દશા થવામાં બાકી ન રહી. પણ તે વખતે એક ભારતની કલ્પના અને ભાવના લોકોમાં જાગૃત થઈ. જાગીરદારી કે નાનાં રાજાનું મહત્વ ઘટી ગયું. હિંદના કારીગરોની ભયંકર દુર્દશા થઈ અને ભયંકર કર નાખવામાં આવ્યા. હિંદને કંગાળ અને ગુલામ બનાવીને રાખવાના દરેક પ્રયાસ પૂરા સત્તાના દેર સાથે શરૂ થયા.
તે વખતે હિંદમાં રાજા રામમોહનરાયે, મહર્ષિ દયાનંદે તેમજ રામકૃષ્ણ પરમહંસ અને તેમના અનુયાયી વર્ગે હિંદમાં સામાજિક, ધાર્મિક ક્રાંતિના આધારે રાષ્ટ્રીય ભાવનાને પ્રચાર કર્યો. આ રાષ્ટ્રીયતાને વિકાસ સારી રીતે થતે ગયે. ૧૮૮૫ માં રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. ત્યારબાદ મહાત્મા ગાંધીજી આફ્રિકામાં સામુદાયિક અહિંસાની લડનના પ્રયોગ કરીને હિંદમાં આવ્યા. ભારતમાં તે વખતે સ્વતંત્રતાની ક્રાંતિ માટે લોકો તૈયાર હતા પણ તેનાં સાધનો, વાતાવરણ કે નેતાગીરી અનિશ્ચિત હતાં. ગાંધીજી આવતાં તેમણે એક તરફ રાષ્ટ્રીય ચેતનાના પ્રવાહ ને વેગવંત બનાવ્યો, બીજી તરફ સામાજિક ધાર્મિક દૂષણોને દૂર કરવાને કાર્યક્રમ આવ્યું. તે પછીની વાને બધા સ્પષ્ટ જણે છે કે ૧૯૪૭ માં ૧૫ મી ઓગસ્ટે હિદને સ્વતંત્રતા મળી. ગાંધીજી આ કરી શકયા તેનું કારણ એ હતું કે તેમણે ચારેય અનુબંધેને જોયા હતા. લેકસંગઠન, લોકસેવાક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા અને કાંતિપ્રિય સાધુ સાધ્વીઓની સાથે અનુબંધ જોડી તેમણે દેશમાં સર્વાગી કાંતિ કરી.
તેમનાં પગલે સત વિનોબાજીએ ભૂદાન વડે અહિંસક ભૂમિ ક્રાંતિ કરી દેખાડી અને ૫. નેહરૂએ તટસ્થ રાજનીતિ તેમજ પંચશીલને કાર્યકમ જગતને દેખાડે.
આ છતાં વિશ્વમાં હિંસા બળો અને સ્વાર્થી તે પોતાનું કામ કરતાં જ રહે છે. પંચશીલની આડે ચીને હિદ ઉપર હુમલો કર્યો છે તેમજ યુરોપમાં પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મનીને પ્રશ્ન કે કોરિયા તેમજ વીએટનામના પ્રશ્નો સળગી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com