________________
૧૧૦
એટલી ખરાબ છે કે ઠીક ૨૫ વર્ષ પછી ૧૯૩૮માં બીજું વિશ્વયુદ્ધ થયું અને ૧૮૪૫માં તે પૂરું થયું. આ પછી જે કે વિશ્વમાં પ્રજાતંત્રીય ભાવનાને વિકાસ થયો છે પણ તેમાં ધર્મ, સાધુસંસ્થા કે લોકસેવકોને અનુબંધ ન હોઈને તેમજ ક્રાંતિ માટે શુદ્ધ અહિંસક સાધનોના અભાવે આજે અણુની આશ્ચર્યકારક પ્રગતિ છતાં જગત સતત ભય અને ત્રાસની હેઠળ ત્રીજુ વિશ્વયુદ્ધ ન થાય તે માટે ઘડીઓ રોજ ગણી રહ્યું છે.
એની વિરૂદ્ધમાં ભારતે વિશ્વને ત્રણ મોટી વસ્તુઓ વિશ્વશાંતિ માટે આપી છે. અહિંસક સાધનો વડે ક્રાંતિ; તટસ્થ રાજનીતિ તેમજ પંચશીલ. આજે ત્રીજા વિશ્વયુદ્ધ ભણું ઘસડાઈ રહેલ વિશ્વ માટે ભારત આશાસ્પદ દીવાસમાન બની શક્યું છે. તેને ટુંક ઈતિહાસ જોઈ જ ઠીક થશે.
એ તો અગાઉ વિચારાઈ ગયું છે કે હિંદમાં વિદેશીઓને પગપેસારો ચાલુ થઈ ગયો હતો. વાલંદા (ડચ), ફ્રેચ, પોર્ટુગલ અને અંગ્રેજોમાં અંગ્રેજોએ વેપારી કુનેહથા અને અહીંના રાજાઓની ફાટફૂટ નીતિને લાભ લઈને, પિતાનું પ્રભુત્વ વધારવું શરૂ કર્યું. તેમની પ્રતિનિધિ વેપારી પેઢી ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ પૈસા પેદા કરવા; તે માટે નાણાં વધારે વ્યાજે આપવો, સૈનિક ભાડેથી આપવાં અને પૈસા ન મળે તો જમીને હડપતી જવી; એ નીતિ ચાલુ રાખી. પરિણામે ઘણાં નાના નાના બળવા તે થતાજ રહ્યા પણ અહીંના રાજાઓની ફાટફૂટના કારણે તેમણે પિતાનું પ્રભુત્વ વધારવામાં દરેક રીત અપનાવી લીધી. રાજ્યનાં રાજ્યો તેમણે વધતી શક્તિ સાથે જીતવાં શરૂ કર્યા. પરિણમે સામત સરદારોમાં અસંતોષને અગ્નિ ભભૂકવા લાગ્યો. એક બળવાની યોજના ગુપ્ત રીતે કરવામાં આવી. આ પેજના ખાસ કરીને યુત પ્રાંતિ અને મધ્ય પ્રાંતોમાંથી આખા હિંદમાં ફેલાઈ હતી. પણ નિશ્ચિત સમય પહેલાં અમૂક હિંદી ટુકડીઓની ઉતાવળના કારણે બળવાનું ધાર્યું પરિણામ ન આવ્યું. થોડીક છુટી છવાઈ સફળતા પછી ભયંકર દમન શરૂ થયું અને અસંખ્ય હિંદીઓને તોપને ગળે દઈને, ફાંસીએ લટકાવીને અને ગળીએ વીંધીને મારી નાખવામાં આવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com