________________
૧૧૨
પણ, વિશ્વ ઈતિહાસની ટુંકી રૂપરેખા ઉપરથી આપણે વિશ્વની ધર્મમય રચના માટે કે મસાલે ઉપયોગી થઈ શકે તે જોઈ શકીએ છીએ. ચારેય અનુબંધ ભારતમાં જોડાઈ જાય અને તેમાં રાષ્ટ્રીય મહાસભાને યુનેની સાથે અનુબંધ થઈ જાય તે વિશ્વમાં સાચી શાંતિ પ્રગટી શકે.
ચર્ચા-વિચારણ શ્રી માટલિયાએ ચર્ચા દરમ્યાન કહ્યું. આજે વિશ્વઈતિહાસમાં ઔદ્યોગિક ક્રાંતિ, વૈજ્ઞાનિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ એ ત્રણેય મુદ્દાઓ ઉપર તેમને આવરી લેતાં ક્ષેત્રે યુરોપ, અમેરિકા અને ભારત અંગે એક જ દિવસમાં કહ્યું તે બહુજ ટુંકું ગણાય. તેના માટે ઓછામાં ઓછા ચાર દિવસે જોઈએ.
આપણે સંસ્કૃતિ, સમાજ તેમજ ધર્મ અંગેની બાબતો અંગે ખૂબજ સમય આપીએ છીએ પણ આજના ઈતિહાસ ઉપર જેમને પ્રભાવ છે તે સર્વ વાદે જે હિંદમાં પણ છે અને વિશ્વમાં તે છે. તે અંગે વધુ વિસ્તારથી આપણે વિચાર કરવાને રહ્યો. આ વાદેનું મૂળ શું છે તે નહીં જોઈએ તો દરેક ક્ષેત્રે દુનિયામાં ધર્મને અનુબંધ કરાવવાની વાતમાં આપણે કાચા પડી જઈશું. એટલે ટુંકાણમાં આ પ્રવાહને હું આ રીતે રજુ કરી શકે.
ભૂમધ્ય સાગરને બે કાંઠે બે પ્રવાહે હતા (૧) એક કાંઠે ગ્રીસ, રામ, ફ્રાંસ, વગેરે હતા. (૨) બીજે કાંઠે અરબસ્તાન, ઈરાક, તુર્કસ્તાન, આફ્રિકા, ઠેઠ પેન વગેરે. પહેલા કાંઠાને ધર્મ ખ્રિસ્તી ધર્મ હતો. બીજે કાંઠે ઇસ્લામ હતો. તે વખતે ઇસ્લામ ધર્મવાળા આગળ હતા. તેમની વિદ્યાપીઠો હતી, કળા હતી શસ્ત્ર વિધા હતી, એટલો વિકાસ ખ્રિસ્તી દેશમાં નહતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com