________________
બીજનાં કર્મક્ષય કરવામાં નિમિત્ત બનવું હોય, તે તેના ઉપાયો શા? આ બધું જગતને લગતું ચિંતન કરવું અને એમાં ઊંડા ઊતરીને જગતની આગળ પિતાને થયેલું સત્ય મૂકવું; એમ જૂના વખતના દાર્શનિકો અને ધર્મગુરુઓ વિચારતા. તેમને આ દર્શન પ્રાણિમાત્રની પરિસ્થિતિઓ જોઈને થયું હતું. તેની સાથે જ ધર્મગુરુઓ પિતાના વિચરણક્ષેત્રમાં સંપર્કમાં આવતાં માનવો, અને બીજા પ્રાણીઓની પરિસ્થિતિને વિચાર કરીને તેને ઉકેલ નીતિધર્મની દષ્ટિએ કરતા; માનવજીવનના સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક વ. ક્ષેત્રોમાં
જ્યાં જેવી પ્રેરણાની જરૂર પડતી, ત્યાં પ્રેરણા આપતા. પરંતુ તે વખતે તેમની નજર આગળ દશ્યમાન વિશ્વ બહુજ સીમિત હતું; બાકીનું અંદમાન જગત જ ઘણું હતું. તેમાં તેઓ પ્રેરણા આપી શકતા નહતાં. જુના વખતમાં સીમિત જગતના માનની પરિસ્થિતિના દર્શન માટે તીર્થયાત્રાઓ, મેળાઓ અને હજે ગઠવતાં, જયાં માનવ મહેરામણ ઉમટ, અને એક બીજાના દેશની સંસ્કૃતિ, આચાર-વિચાર અને પરિસ્થિતિથી લાકે વાકેફ થતા. પણ આ બધું દર્શન અપૂરતું અને બહુ જ સીમિત ક્ષેત્રનું હતું.
આજે વિજ્ઞાનને લીધે દુનિયા બહુ જ ટૂંકી થઈ ગઈ છે, તેને લીધે દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલા માનવો અને બીજાં પ્રાણીઓની પરિસ્થિતિને ખ્યાલ વિષદ્રષ્ટા પુરુષને માટે જરૂરી બને છે, સવિશેષ જદ જદ ભૂખંડમાં રહેલા માનવોને ભૂતકાળ, તથા તેમની ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક વ્યવસ્થા, આર્થિક સ્થિતિ, વૈજ્ઞાનિક પ્રગતિ, સંસ્કૃતિ, શિક્ષણ, રાજનૈતિક પરિસ્થિતિ, ધર્મ વિચાર અને આચાર વગેરે ભવાની માહિતી મેળવવી જરૂરી છે, કારણ કે એ જાણ્યા વગર તેમનું વિશ્વદીન અધૂરું રહે તેમજ તેને તે ક્ષેત્રના પ્રશ્નોમાં નીતિધર્મની દષ્ટિએ પ્રેરણા પણ નહિ આપી કે, તેમના બગMા અનુબંધને સુધારી નહિ શકે અને તુલાને સાંકળી પણ ન શકે. તેમજ દશ્યમાન જગતની પરિસ્થિતિના આવા સર્વાગી જ્ઞાન કે દાન વગર તેને માટે મનન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com