________________
વિશ્વદર્શન : એક અનુશીલન
(પ્રસ્તાવના) આ જગતમાં બધાં પ્રાણીઓમાં માનવ સર્વોત્તમ અને વિચારવાન પ્રાણી છે. તે પિતાની જેમ જગતના હિતને વિચાર કરી શકે છે; જગતના સમસ્ત પ્રાણીઓની પરિસ્થિતિ, જીવનસરણી, સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ઊંડું ચિંતન કરી શકે છે, એટલા માટે જ તેને મોક્ષનો અધિકારી બતાવ્યો છે. આ મોક્ષમાર્ગમાં પગલાં માંડવાની શરૂઆત સમ્યફદર્શનથી થાય છે. આ સમ્યફદર્શનની સીમામાં જગતના બધા આત્માઓનું બાહ્ય અને આંતરિક બન્ને પ્રકારનું દર્શન આવી જાય છે. એટલા માટે જ મુનિ (સાધુ)નું લક્ષણ જૈનાચાર્યું કર્યું છે -
_ 'मन्यते जगतस्त्रिकालावस्थामितिमुनिः'
જે જગતની (સમસ્ત પ્રાણીઓની) ત્રણે કાળની પરિસ્થિતિનું ચિન્તન-મનન કરે છે, તેને ધર્મ–નીતિની દષ્ટિએ ઉકેલ વિચારે છે, તે મુનિ છે.
આ જ વાત ભગવાન બુદ્ધે કહીયો મનતિ મે એક મુનિ વુિતિ” એટલે કે જે ઉભય લોક (એહિક અને પારલૌકિક બને)નું મનન કરે છે, તે મુનિ કહેવાય છે.
જેનસિદ્ધાંતની દષ્ટિએ આવું ચિંતન માનવજીવનમાં સફદષ્ટિના ગુણસ્થાનકથી શરૂ થઈ જાય છે, તેને આત્માના વિચારની સાથે અનાત્માઓને પણ વિચાર કરવો જરૂરી છે, એટલે કે જીવની સાથે અજીવ અથવા ચેતનની સાથે અચેતન (જડ)થી સંબંધિત તને વિચાર કરે અનિવાર્યરૂપે આવી પડે છે કે આ સંસારના આત્માઓ કયા-કયા કારણે કર્મોની સાથે બંધાય છે? કેવી રીતે કર્મોને પ્રવાહ આવે છે? કયા ઉપાયથી તેને રોકી શકાય? કર્મોના કેટલા પ્રકાર છે? શુભકર્મો કયાં? અશુભ કયાં? કર્મબંધનથી આંશિક રૂપે કયા કારણથી મુક્ત થવાય છે? કર્મબંધનથી પૂર્ણ મુક્તિના કારણે કયાં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com