________________
ચિતન કરીને ધર્મ—નીતિના આચરણને માર્ગે પણ શી રીતે લઈ જઈ શકે! એવી જ રીતે જૂની ચિંતન પ્રણાલિકાની દષ્ટિએ જોઈએ તે તે-તે ભૂભાગની સ્થિતિ જાણ્યા વગર તેમના કર્મોનું પૃથક્કરણ શી રીતે કરી શકે તથા તેમને તેમની ધાર્મિક પરિભાષા પ્રમાણે કર્મથી મુક્ત થવાને ઉપાય પણ શી રીતે બતાવી શકે અને જગતની પરિસ્થિતિને પૂરેપૂરી સમજ્યા વગર જ પિતે તેને ગમે તે ઉકેલ બતાવે તો તેનાથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય નહિ, અને આમ ન થાય તે વિશ્વનાં બધા પ્રાણીઓ (ષટકાય)ની સાથે આત્મીયતા શી રીતે સધાય ? પ્રાણિ માત્ર પ્રત્યે મૈત્રીભાવના શી રીતે સાકાર થાય ? વિશ્વ વાત્સલ્યના ધ્યેયને શી રીતે પહોંચી શકાય? પિતાની મુકિત માટે તે સામાન્ય ગૃહસ્થાશ્રમી સાધક પણ પ્રયત્ન કરે છે, પણ સાધુ જીવન સ્વ૫ર મુકિતની સાધના માટે છે. સમાજની મુકિત માટે પ્રયત્ન વ્યકિતગત મુક્તિની સાથે કરવો હેય તે તેને માટે વિશ્વવિશાળ માનવસમાજની બધી પરિસ્થિતિનું અવલોકન અને દર્શન હેવું જરૂરી છે.
જે કે જ્ઞાત વિશ્વનું ક્ષેત્ર પરિવર્તનશીલ છે, ચિરોધ્ધ છે; હજુ ઘણા ભૂખડે શોધવાના બાકી છે. તે છતાં જેટલું વિશ્વ જ્ઞાત છે, તેની માહિતી તો આજે છાપાંઓ, પુસ્તકે અને જ્ઞાન-વિજ્ઞાનનાં વિવિધ સાધન વડે દરેક રાષ્ટ્રનાં ધર્મ, સંસ્કૃતિ, આચારવિચાર, ઈતિહાસ, વૈજ્ઞાનિક પ્રગતિ, આર્થિક સ્થિતિ, ભૌગોલિક પરિસ્થિતિ, રાજનૈતિક પરિવર્તન વગેરેની સારી પેઠે મેળવી શકાય છે, ત્યારે જેણે વિશ્વનાં પ્રાણીમાત્રના હિતની જવાબદારી લીધી છે, એવા વિશ્વકુટુંબી સાધકેએ તે આજે માનવ દ્વારા જ્ઞાત કે પ્રત્યક્ષ જગતનું સ્થળ દર્શન તે કરવું જ જોઈએ, જેથી તે આવા સ્થૂળ દર્શન પછી જગતનું સૂક્ષ્મ દર્શન કરી શકે, એટલે કે જૈન પરિભાષા પ્રમાણે તે વિશ્વહિતાનુકૂળ પ્રક્ષણ (અનુપ્રેક્ષા) કરી શકે, યુગની ભાષામાં કહું તે તે-તે દેશ અને સમાજના માનવજાત અને પ્રાણી જગતની બધી સમસ્યાઓ શોધી શકે, દરેક ક્ષેત્રના મૂંઝવતા પ્રશ્નોના આત્મીયતા-આધ્યાત્મ-ની રૂએ, ધર્મ-નીતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com