________________
૧૦૩
ચર્ચામાંથી નવા વિચારને વર્ગ પ્રેએટેરિયન અલગ થયા. આ બધું ધાર્મિક પુનર્વિચારનું પરિણામ હતું. તેનાથી સર્વપ્રથમ પોપ, ચર્ચ અને ધર્મસંપ્રદાયોને લાગ્યું કે જે પૂરી વિચારણ વગર કંઈપણ લેકે ઉપર લાદવા જશું તે તેને અનાદર થવાનું છે. તેથી તેમણે જાતે, જો કે સત્તા સાથે નવી વ્યવસ્થા ગોઠવી.
ઉત્તરાર્ધમાં યુરોપમાં પ્રમાણમાં શાંતિ પ્રવર્તતી હતી. પણ તે લાંબો કાળ ટકી નહીં. ૧૮મી સદીમાં ત્રણ બેટી ક્રાંતિએ થઈ. તેની આગળ બાબતે ફીકી પડી જાય છે. આ ત્રણેય ક્રાંતિઓ જુદી જુદી હતી. રાજકીય, ઓદ્યોગિક અને સામાજિક હતી.
રાજકીય ક્રાંતિ અમેરિકામાં થઈ. ત્યાંના બ્રિટીશ સંસ્થાને એ બળવે હતો. તેથી અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનું સ્વતંત્ર નવું પ્રજાતંત્ર સ્થપાયું. અમેરિકામાં રાજ્યક્રાંતિ તે થઈ પણ ત્યાં ગુલામને વેપાર અને ગુલામી પ્રથા અત્યંત કારમા સ્વરૂપે ચાલવા લાગ્યાં. આફ્રિકાના કિનારાના પ્રદેશમાંથી હપ્નીઓને પકડી અમેરિકાના ખેતર ઉપર કામ કરવા માટે લઈ જવામાં આવતા. આ વેપારમાં સ્પેન અને પિોર્ટુગલ લોકોને મુખ્ય હાથ હતો અને અંગ્રેજોને એ પૂરો હિસ્સો હતો. તેમની યાતનાને કોઈ પાર ન હતું. ૧૮મી સદીમાં ગુલામી વિરૂદ્ધ કાયદે ઇગ્લાંડમાં આવ્યું. અમેરિકાને તે પ્રશ્નના નીવેડા માટે આંતરવિગ્રહ લડવો પડ્યો. હજુ જે કે થોડે અંશે કાળા-ધોળાની ભાવનારૂપે એ ચાલુ જ છે.
ઔગિક ક્રાંતિ ઇગ્લાંડમાં થઈ. વરાળ-શક્તિની શોધથી પ્રચંડ યાત્રા શરૂ થયાં. યાંત્રિક યુગનો પ્રારંભ થયો. તેની અસર વિદેશ -માંસ અને યુરોપ—ઉપર પણ થઈ યંત્રએ માનવને પ્રકૃતિની પરાધીનતામાંથી મુકત કરવાને ઉપક્રમ કર્યો. તેથી ઉત્પાદન સુગમ બની ગયું. વધારે ઉત્પાદન થવાથી માણસને નવરાશ મળી. પરિણામે કળા, ચિંતન અને વિજ્ઞાનનાં ક્ષેત્ર ખિલ્યાં. આ પ્રચંડ યંત્રએ સભ્યતાના વિકાસને ઉત્તેજન આપવા સાથે, યુદ્ધ તથા સંહારનાં ભીષણ શસ્ત્રો સર્જને સંહાર તત્વને ઉત્તેજન આપ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com