________________
૧૦૪
ઔદ્યોગિક ક્રાંતિની બીજી બાજુ પણ હતી. તેણે ઉત્પાદન વધાર્યું. સાથે વિલાસિતા વધી. જે મજૂરોમાં વિલાસિતા ન હતી તેમને વ્યસનો અને ફેશનને ચેપ લાગવા મા. જો કે ઉત્પાદન વધતું હતું પણ તેને ઉપગ ધનવાને જ કરી શકતા. મજૂર કે ગરીબ વર્ગ તે તેના ઉત્પાદનના શોષને ભોગ બને તે હતા. યંત્રોએ ગરીબ-તવંગરને ભેદ પહેલાં કરતાં વધારે તીવ્ર કરી નાખ્યો. યંત્રએ સહકાર, સંગઠન અને નિયમિત્તા વગેરે બાબતે કેળવી પણ બીજી તરફ લોકોનાં જીવન ભોગી, શુષ્ક, નિરસ અને યંત્રવત્ કરી મૂક્યાં. તેમનું મુકત ધર્મ–ચિંતન દૂર થયું અને સ્વતંત્રતા કે આનંદ બહુ જ નજીવા પ્રમાણમાં જીવનમાં રહ્યાં.
આ ક્રાંતિ શાસકોને બદલાવનારી રાજ્યક્રાંતિ ન હતી. પણ આર્થિક સત્તાને નવો યુગ તેણે શરૂ કર્યો. જેના હાથમાં યંત્ર કે ઉદ્યોગ હોય તેનું પ્રભુત્વ વધવા લાગ્યું. આ લોકોએ રાષ્ટ્રીય-વિકાસના નામે પરદેશનાં બજારો કજે કર્યો. કારીગરો મેળવવા તેમ જ કાચો માલ મેળવવા માટે લોકોને ઉત્તેજીત કર્યા. ઔદ્યોગિક ક્રાંતિના કારણે નેધરલેંડના ઘણું કારીગરો ઈગ્લાંડમાં જઈને એ શરતે વસ્યા કે તેમને દરેક ઘરમાં એક અંગ્રેજ શિખાઉ તરીકે રહે. બેલજીયમના લોકો પણ ત્યાં આવ્યા અને તેમણે અંગ્રેજોને કાપડ-વણાટનું કામ શીખવાડ્યું.
૧૯મી સદીમાં ઉઘોગવાદ આખી દુનિયામાં પ્રસરી ગયું હતું. તેથી મૂડીવાદી ઉદ્યોગોની પ્રગતિ થઈ. મૂડીવાદમાંથી સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદ અનિવાર્ય પણે ઊભાં થયાં. સર્વત્ર કાચા માલમાંથી, પાકે તૈયાર માલ ખપાવવા બજારની માંગ થઇ, હરિફાઈઓ ચાલી અને બજારો માટે લડાઈ ઓ પણ થઈ. આજે પણ માલ-ખપત અને બજાર માટે એટલી જ રસાકસી મોટો રાષ્ટ્રો વચ્ચે ચાલે છે. જે વિજ્ઞાન વડે આખા વિશ્વને જીવનની પ્રાથમિક જરૂરત ખેરાક, કપડાં અને મકાન પૂરી પાડી શકાય તેના બદલે સંપત્તિ એક તરફ વધવા લાગી અને બીજી તરફ ગરીબ પણ ગરીબો રૂપે જ વધવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com