________________
૧૦૨
રસ લે શરૂ કર્યો. તેમના મને આર્થિક-સામાજિક પ્રશ્નો મહત્ત્વનાં બનવા લાગ્યા.
યુરોપમાં ધાર્મિક પુર્નવિચાર (Renaissance) અને બુદ્ધિવાદની પ્રગતિ ધીમે ધીમે થઈ. પ્રારંભમાં ખ્રિસ્તી ધર્મ કે ચર્ચની ટીકા કરતાં લે કો ડરતા કારણ કે તેમને દેહાંતદંડ થઈ શકતા. એક જમન દર્શનિકને કોફ્યુશિયસની વધારે પડતી પ્રશંસા કરવા માટે દેરાપાર કરવામાં આવ્યો હતે. પણ નવો વિચાર બુલંદ અને સાર્વજનિક થતાં તે અંગે લોકેનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું. તે અંગે કેટલાંક પુસ્તકો પણ બહાર પડ્યાં. કોસવાસી વિચારક હટેયરે તે સાફ સાફ લખ્યું: જે પૂરેપૂરી તપાસ કર્યા વગર ધર્મને સ્વીકારે છે તે સ્વેચ્છાએ ધૂંસરીએ જોડાનાર બળદિયા જેવો છે.” તેણે બુદ્ધિવાદ, ધર્મની સામે જેહાદ કે ક્રાંતિ અને એવાં બીજાં પુસ્તકો આપ્યાં. ધમધ ખ્રિસ્તીઓ તેને ધિકકારવા લાગ્યા. તેને કેદમાં નાખવામાં આવ્યો. તેને કેદમાં લખવાનાં સાધન પણ ન આપવામાં આવ્યાં, પછી તેને દેશપાર કરવામાં આવ્યો. તે છતાં તે અડગ રહ્યો.
એ જ બીજો એક છનિવાન લેખક રૂસે હતો. તેના લખાણેએ ખૂબ જ ઉહાપોહ મચાવ્યા. તે સમર્થ કેળવણીકાર હતા. તે ઉપરાંત પણ નવા-નવા વિચારે અને રાજ્ય કાયદા શિલીઓ ઉપર પુસ્તકો પ્રગટ થતાં હતાં. તે વખતે મેનેસ્કિનું Spirit of the Laws (કાયદાનું હાર્દ) બહાર પડયું. પેરિસમાં વિશ્વકોષ પણ પ્રગટ થયો. આમ નવા વિચારની લહેરના કારણે લેકમત કેળવાતે ગયે. ધાર્મિક અસહિષ્ણુતા તેમજ વર્ગભેદની વિરુદ્ધ મોર્ચે તૈયાર થતો ગયે પણ, દાર્શનિકો કે જનતા બેમાંથી એકેય રાજાનો ત્યાગ કરી પ્રજાતંત્ર તરફ જવાની હિમાયત કરતા ન હતા. તેમને એ પ્રયોગ નવો અને શંકાસ્પદ લાગતું હતું અને તે કરવાની હિંમત ન હતી.
પણ યુરોપમાં પુનર્વિચાર સાથે ઘણાયે ધાર્મિક સુધારા (Reformation) થયા. ચર્ચમાં પણ બે ભાગ થયા. તેમાંયે પ્રોટેસ્ટંટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com