________________
૮૩
વિલાસ તરફ ઢળે છે તેમ આરબોમાં એ દાખલ થયા. શેતરંજ, શિકાર, સંગીત વગેરે રમતે વધી, હમામખાનાઓ અને જનાનખાનાઓમાં સ્ત્રીઓને શેખ વધવા લાગે. કમનશીબ ફેરફાર તો તેમણે એ કર્યો કે જે આરબ સ્ત્રી સ્વતંત્ર હતી, કુરાન વાંચી શકતી, ઉપદેશ આપી શકતી હતી, તેને તેમણે રોમન અને ઈરાન સામ્રાજ્યનું અનુકરણ કરી પરદાવાળી બનાવી; જનાનખાનામાં પૂરી. આ રીતે તે જંગલી રિવાજ મુસલમાનમાં દાખલ થયા અને તેમની દેખાદેખી તેઓ જ્યાં જ્યાં ગયા તે દેશમાં પણ દાખલ થઈ ગયો.
વૈભવ-વિલાસના કારણે સત્તાની પડાપડી થવા લાગી તેથી આરબોની એકતા તૂટવા લાગી. ધર્મસત્તા અને રાજસત્તા મળતાં, રણપ્રદેશમાં સમૃદ્ધિના અભાવે ધર્મના નામે હુમલાઓ લઈ જવાનું તેમજ અલગ સામ્રાજ્ય સ્થાપિત કરવાનું લક્ષ્ય હિંદ રહ્યું, કારણ કે હિંદની જોજલાલીની વાત આરબથી આવતા સેદાગરે ત્યાં સુધી લઈ જતા.
આ તરફ હિદની હાલતમાં રાજકીય પરિસ્થિતિ હર્ષવર્ધનના મરણ પછી (૬૪૮ માં ) વણસતી જતી હતી. બૌદ્ધ ધર્મ અને હિંદુ ધર્મનાં ઘણે એ ક્રિયાને વેગ આપો. હિંદમાં તે વખતે ઘણાં નાનાં-નાનાં રાજ્ય ઊભાં થઈ ગયાં હતાં. કેટલાંક સુશાસનવાળા હતાં તે કેટલાંક લડતાં હતાં. હર્ષવર્ધન પછી ત્રણ ત્રણ સદી સુધી સાહિત્ય, કળા, સ્થાપત્ય વગેરેનાં ઘણાં કામે થયાં પણ ભારતની જે એકતા અશોક સમયે હતી તે હર્ષવર્ધન પછી ભાંગતી ચાલી હતી. કાલિદાસ, ભવભૂતિ, રાજશેખર જેવા કવિઓ થયા, એ બધું ખરું પણ જે એકતા જણાવી જોઈએ તે એક્તા વટતી જતી હતી.
આરબ લોકો ને હિંદના પશ્ચિમ કિનારે હર્ષવર્ધનના સમયમાં જ પહોંચી ગયા હતા. ત્યાં તેમણે ભીને, સેના ભેગી કરીને સિધને જે કર્યું હતું. પણ તે વખતે આરોમાં અંદરોઅંદર લડાઈઓ ચાલતી હતી.
હર્ષ પછી મુસલમાને વધારે સેના સાથે હિંદમાં ઉતરી પડ્યા. ૭૧૦ માં ૧૭ વર્ષના મુહંમદ બિન-કાસિમે આરબ સેન્યની સરદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com