________________
લઈ પંજાબમાં મુલતાન સુધીના પ્રદેશને કેજો મેળવ્યો હતો. તે વખતે તેઓ ત્યાંથી આગળ વધવા માંગતા ન હતા કારણ કે તેઓ રાષ્ટ્રકુટના દક્ષિણના રાજા સાથે મૈત્રીભર્યો સંબંધ જાળવવા માંગતા હતા. તે વખતે તેમણે હિંદના પશ્ચિમ કાંઠે ઘણી મજીદ બાંધી તેમજ ઘણું પ્રદેશની તેમણે મુલાકાત પણ લીધી હતી. તેમણે અહીંની સંસ્કૃતિમાંથી ઘણું મેળવ્યું હતું. તે વખતે ઘણું પ્રેમાળ મુસલમાને પણ થયા. તે વખતના મુસલમાનેએ ગ્રીક, ઈરાન તેમજ આસપાસની અન્ય સંસ્કૃતિને સારો એવો લાભ લીધો હતો. ઈસ્લામમાં ઈશુને પયગંબર માનવામાં આવેલ છે તેમજ ઘણું અન્ય પયગંબરોની માન્યતા આવેલી છે. આ હતો સહિષ્ણુતાને કાળ અને તે વખતે પ્રદેશ છતાતા પણ કડવાશ ફેલાતી ન હતી.
હિંદુ-મુસ્લીમ સહિષ્ણુતાને લેપ દશમી સદીની આખરે શરૂ થયે. ૮૭૫ ની આસપાસ ગઝની અને કંદહારમાં (કાબુલ) સુમુકતગીન નામના તુર્ક ગુલામે પિતાનું રાજ્ય જમાવ્યું. તેણે હિંદ ઉપર ચડાઈ કરી. તે વખતે પંજાબને રાજ જ્યપાલ તેની સામે થઈ કાબુલની ખીણ સુધી ધસી ગયો. તે અંતે હાયો.
સબુાગીને પછી તેના દીકરા મહંમદ ગઝનવીએ હિંદ ઉપર ૧૭ વાર હુમલે કર્યો. તે સમર્થ સેનાપતિ હતો અને કુશળ યુદ્ધનાયક હતે. કાશમીરના હુમલા સિવાય તેણે ૧૬ વાર જીત મેળવી. તેણે આખા હિંદમાં ત્રાસ વર્તાવ્યો. સોમનાથ, મથુરા અને થાણેશ્વરમાંથી તેણે અખૂટ ધનદૌલત મેળવી. તેણે બે થી ત્રણ લાખ માણસોને કેદ કર્યા અને પિતાની સાથે લઈ ગયા. મહંમદ ગઝનવીને સહુથી વધારે ધન અને પ્રજાને સેમિનાથ મહાદેવના મંદિરમાંથી મળ્યો. પૂજારીઓ માનતા હતા કે તેમનાથી મહાદેવ અમને ઉગારી લેશે, પણ મહંમદ ગઝનીએ મંદિર તયું, દ્રવ્ય લુંટયું અને ૨૫ હજાર માણસની કતલ ચલાવી. તે છતાંયે કંઈક ચમત્કાર ન થયો. મહંમદ ફાવે તેનું એક કારણ એ પણ હતું કે અહીં હિંદમાં રાજાઓમાં ફાટફૂટ હતી તેમજ ધર્મના નામે આંધળી શહાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com