________________
અરબરતાનની પશ્ચિમમાં મિસ્ત્ર, પૂર્વમાં સીરિયા, ઈરાક, સહેજ પૂર્વમાં ઈરાન, વાયવ્ય ખૂણે થોડે દૂર એશિયા માઈનર, કોન્સ્ટટીપલ અને ગ્રીસ પણ નજીક હતાં, બીજી બાજુ સમુદ્રની પેલી પાર હિંદુસ્તાન આવેલું હતું, એટલે ચીન અને સુદૂર પૂર્વના દેશોને છોડીએ તે અરબરતાન પ્રાચીન સંસ્કૃતિઓના ધામોની વચ્ચેવચ આવેલું હતું. પણ તેના કારણે અરબસ્તાન ઉપર ઝાઝો પ્રભાવ પડ્યો હોય તેમ લાગતું નથી; તે વખત અરબ ાતિ એક રીતે સુમિમય જીવન ગાળતી હતી.
પણ ઈશુની છઠ્ઠી સદીના અંતમાં ત્યાં ૫૭૦માં મહંમદ પયગંબર થયા. તેમણે ઇસ્લામ ધર્મ સ્થાપી નવા ખ્યાલ પેદા કરી આરઓને જગાડ્યા. તેમણે “એક ખુદા અને “મહંમદ” તેનો પયગંબર” એ વાત ઉપર વિશેષ ભાર મૂક્યો. તેમણે આરબોને કુરૂઢિ અને કુવ્યસનમાંથી છોડાવ્યા. તેમનામાં એકતા સ્થાપી અને નવી શ્રદ્ધા જન્માવી. તેમની
રણું પામી મુસલમાને ઝડપથી એશિયા, આફ્રિકા અને યુરોપમાં ફરી વળ્યા અને લગભગ અરધી દુનિયાને તે વખતે જીતી શક્યા. આમાં તે લોકોનું ધર્મઝનૂન તેમજ સામ્રાજ્યવાદ બન્નેએ મુખ્ય ભાગ ભજવે.
મહંમદ પયગંબરે જે કે રાજસત્તા હાથમાં લીધી હતી પણ તેઓ વૈભવવિલાસથી દૂર રહેતા તેમજ પ્રત્યેક બાબતમાં સજાગ હતા પણ પાછળના અબુબકર અને ઉમર ખલીફા સિવાય બાકીના બધા તે વાત ભૂલી ગયા. તેઓ નિરંકુશ આપખુદ વૈભવવિલાસનું શાસન ચલાવવા લાગ્યા અને તલવારના બળે ધર્મ-પરિવર્તન કરાવવાની તેમણે જેહાદે ચલાવી; અને મહંમદ સાહેબના મરણ પછી અર્ધી સદીમાં તે આરબોએ ઈરાન, સીરીયા, આજિનીયા, મધ્ય એશિયાનો થડે ભાગ, પશ્ચિમ, ઉત્તર આફ્રિકાનો થોડો ભાગ, મિસર, વગેરે જીતી લીધાં. પૂર્વમાં હેરાત, કાબુલ, કંધાર, બખથી છેક સિંધુ નદીને કાંઠે સિંધ સુધી તેઓ પહોંચ્યા. તેમણે સ્પેન તેમજ યુરોપમાં પણું પ્રવેશ કર્યો; દક્ષિણ ફાંસ પણ જીત્યું.
પણ, થતું આવે છે તેમ વિજેતા પ્રજાના અનુગામીઓ વૈભવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com