________________
૭. વિશ્વ ઈતિહાસની રૂપરેખા હિંદ અને અરબસ્તાન) [ મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વના ઇતિહાસના અનુક્રમે અગાઉ ભારતમાં મુસલમાનોનું આવાગમન તે પહેલાં ઇતિહાસ આપણે જોઈ ગયા. ત્યાર પછીને ભારતને ઇતિહાસ એક યા બીજી રીતે અરબસ્તાન સાથે સંકળાયેલો છે એટલે સર્વ પ્રથમ અરબસ્તાન અંગે થોડું વિચારી લઈએ.
અરબસ્તાને વિશ્વ ઇતિહાસમાં જે કે કઈ ખાસ ભાગ ભજવ્યો નથી. તેનું કારણ એ છે કે તે એક રણપ્રદેશ છે. ત્યાંના લેકો અતિશય સ્વતંત્રતા પ્રિય હતા તેથી કોઈ તેમને સહેલાઈથી હરાવી શકતું નહીં. તે પ્રદેશ ફળદ્રુપ કે સમૃદ્ધ ન હતો જેથી સામ્રાજ્યવાદીઓને તે આકર્ષી શકે. ભકા અને મદીના (એથીબ) બે નાનાં શહેર દરિયા કિનારે હતાં. બાકીના લોકો રણમાં વસનારા હતા. તેઓ બુદુ કહેવાતા. ઝડપી ઊંટ, ઘોડા અને ગધેડા આ રણપ્રદેશમાં તેમના સાથી હતા. આરએનું જીવન બહુજ કઠણ, કૌવત અને સહનશીલતાવાળું હતું. સાથે સાથે એ લોકો કુટુંબ, ફળો (કબીલા) બાંધીને રહેતા હતા. તેઓ મગરૂર હેઈને નાની નાની બાબતોમાં ઝઘડી સતા; બીજા કૂળો (કબીલાઓ) સાથે લડતા રહેતા અને વરસમાં એકવાર સુલેહસ ૫ કરવા મક્કાની યાત્રાએ જતા. આ મક્કામાં અનેક દેવ મૂર્તિઓ હતી. આરબો કાળ મેટા પથરની પૂજા કરતા. તેવા કાળા પત્થરને તેઓ “કાબા' કહેતા. આવા ૩૬૦ કાળા પત્થરોના ભૂતોના તેઓ પૂજક હતા.
અરબસ્તાનમાં હકુમત તે નામમાત્રની જ હતી, આજીવિકા માટે તેમને પરદેશ જવું પડતું કરો એમ માની શકાય છે. તેમનાં વહાણો દર દેશાવર જતા અને મિત્રમાં સિકંદરિયા (એલેકઝાંડ્રિયા) સીરિયામાં: માસ કે એશિયામાં એટિક જેવા મોટા શહેરોમાં જતાં આવતાં હશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com