________________
એ ભાગ લેવા જોઈએ. એક રીતે વધુ ઊંડા ઊતરીએ તે આર્ય જાતિની શાખાઓ ચોમેર ફેલાઈ ગઈ હતી એમ માની શકાય
દુનિયાના ઈતિહાસમાં જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેને પ્રકાશ ભારતે જ દુનિયાને પૂરો પડ્યો છે, એમ ઈતિહાસ માને છે. ઈતિહાસમાં જેમ લડાઈઓ અને રાજા કે મહારથીઓનાં વર્ણને આવે છે તેમ માનવ સંસ્કૃતિને ટકાવી રાખનાર સંતની વાત એછી આવે છે. પણ તેમણે સંસ્કૃતિને ઘડવામાં મેટો ફાળો આપે છે.
ભારતના સારા નશીબે અહીં ૨૦૦-૨૫૦ વર્ષે એવી વિરલ વિભૂતિઓ થતી જ રહી છે. રામ, કૃષ્ણ પછી બુદ્ધ, મહાવીર પછી અશોક, ચંદ્રગુપ્ત, વિક્રમ, યશોવર્મન, કનિષ્ક, હર્ષવર્ધન, ભોજ એ પ્રમાણે રાજાઓ થયા. ચરક, અશ્વઘોષ વગેરે આચાર્યો થયા. શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય, નિંબાર્ક દાદુ, તુલસી, નાનક, કબીર, સુરદાસ, એકનાથ સુધી ચાલી. ગાંધીજી જેવા યુગપુરૂષ પાયા. એવી જ રીતે જૈન સાધુઓએ પણ સંસ્કૃતિના ઘડતરમાં પિતાને અલગ ભાગ ભજવ્યો. પરિણામે જૈન અને હિંદુ સંસ્કૃતિના મિલન રૂપે ભારતને સાંસ્કૃતિક ઇતિહાસ આગળ વધતો જ રહ્યો છે. પ્રથમ જે કુરતા જગતમાં હતી તે આજે નથી. એટલે અહિંસાની રીતે જગત આગળ વધ્યું છે. અહિંસક ક્રાંતિની ભૂમિકા પાકી ચૂકી છે, તે ભારતીય સંસ્કૃતિ વડે જ થશે. રૂસ, અમેરિકા કે યુરોપમાં વિચારની ક્રાંતિઓ થઈ છે પણ અહિંસક ઢબે કે દેશ પહેલ કરશે તે જોવાનું રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com