________________
જે માન” નામના ગામમાં થયો હતો. આ પ્રદેશ હમણાં થતંગુ નામે ઓળખાય છે.
તેમના નાનપણના દિવસો રમતમાં ગયા હતા. પંદર વર્ષની ઉમ્મરે તેમણે ભણવું શરૂ કર્યું. ૧૮મા વર્ષે તેમનાં લગ્ન થઈ ગયા અને રાજયમાં કુઠારીનું કામ તેઓ કરતા હતા. ૨૨મે વર્ષે તેમણે સદાચાર અને શાસનના સિદ્ધાંતનું શિક્ષણ આપવા માટે એક વિદ્યાલય ભરૂ કર્યું. તેમાં લગભગ ૩ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા. આ પછી તેઓ સરકારી વાચનાલયમાં સંગીતશાસ્ત્ર ભણાવવા લાગ્યા; પછી રાજાએ તેમને મહેસૂલ (રેવેન્યુ) ખાતાના મોટા અધિકારી બનાવવા માટે માંગણી મૂકી પણ કોફ્યુશિયસે તેને ગ્રહણ કરવાની ના પાડી અને પંદર વર્ષ ઘેર રહીને સ્વાધ્યાય ચિંતનમાં ગાળ્યા.
એક વખત તેમના એક શિષ્ય તેમને પૂછયું : “એ કઈ શબ્દ છે જેમાં “માનવજાતનું કર્તવ્ય ' સારી પેઠે વ્યકત થઈ શકે?”
તેમણે કહ્યું. “ છે અને તે છે “પરસ્પરતા” જે તમે બીજાને સારા બનાવવા માગે છે તો તમે પોતે બીજાની સાથે સહેવાર કરે.”
એક બીજા શિષ્ય પૂછયું: “લૂચાઈને બદલે ભલાઈ કરવી જોઈએ કે નહીં !”
ત્યારે તેમણે કહ્યું : “ભલાઈને બદલે ભલાઈ સહુ કરે છે; પણ બુરાઈને બદલે ભલાઈને ન્યાય આપવો એ જ શ્રેષ્ઠતા છે!”
એકવાર એક રાજા તેમની પાસે આવ્યો. તેણે કહ્યું : “દેશમાં ચારીઓ ઘણી વધી પડી છે. તમે અટકાવવાને કોઈ સક્રિય ઉપાય બતાવો.”
કેફ્યુશિયસે કહ્યું : ચોરી બંધ કરવી હોય તે સર્વ પ્રથમ તમે પહેલાં ચોરી બંધ કરો. તમારી લાલચને વધવા ન દે. તેના કારણે પ્રજાનું શોષણ ન કરે. પ્રજાને ચૂસીને ખજાના ભરવાનું બંધ કરશો તો આપોઆપ ચોરી બંધ થઈ જશે!
૪૨ વર્ષની ઉમ્મરે તેમને “ચૂતુ” પ્રાંતના રાજયપાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com