________________
થઈ ગયા. તેમને તે જમાનાના કે માનવતાના દેવદૂત તરીકે ઓળખાવતા. ઈ. પૂ. ૬૦૪માં તેમને જન્મ કતે નગરની પાસેના એક ગામડામાં થયો હતો. પિતાનાં વિચાર-મંથનના ઘણું વરસે તેમણે ચાહના રાજકીય પુસ્તકાલયમાં ગાળ્યા હતા. તેમણે “તાઓ તે કિંમ” નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં તેમણે લોકોને આધ્યાત્મિક જીવન જીવવા નિસર્ગની પ્રગતિ પ્રમાણે ચાલવા અંગે કહ્યું. પ્રકૃતિ વિરૂદ્ધ ચાલવાને તેઓ હિંસા માનતા હતા.
સૃષ્ટિ સંચાલન અંગે તેમણે પ્રકૃતિ (તાઓથી મિન) અને પુરુષ (વાંગ)ની ઉત્પત્તિની કલપના રજૂ કરી. તે બન્ને વડે સ્વાભાવિક રીતે સૃષ્ટિ ચાલે છે. સમાજની સુવ્યવસ્થાને દાર વિચારકો, સંતો અને મહાત્માઓના હાથમાં રહે એમ તેઓ માનતા હતા. તેમણે શાસનને પણ ભૌતિકવાદ તરફ વધતું જોઈને ચેતવ્યું હતું. પણ રાજ્યકર્તાઓ ન માનતા તેમણે રાજધાની છોડીને ચાલ્યા જવાનો નિર્ણય કર્યો.
હનાની ઉત્તર પશ્ચિમે સીમા ઉપર પહોંચતા, સીમારક્ષકે કહ્યું : “તમે એકાંત સેવન માટે જાવ તે પહેલાં મને એક સારું પુસ્તક લખી આપ !”
તેમણે તેને “સદાચાર અને તાઓ” નામનું પુસ્તક લખી આપ્યું. તેમાં તેમણે કહ્યું કે મારી પાસે ત્રણ નિધિઓ છે –(૧) પ્રેમ (૨) નમ્રતા (8) સંસારમાં સમયાનુકૂળ સદાચારમય જીવનમાં પ્રેમથી વીરતા પ્રગટે છે; નમ્રતાથી માણસ મહાન થાય છે. અને સદાચારમય જીવનથી સ્વત્વની અધિકારની રક્ષા થાય છે.
લાઓસેએ સંસ્કૃતિનાં જે બી વાવ્યાં તેની અસર પ્રજા ઉપર તે કાળે જોઈએ તેવી ન થઈ કારણ કે રાજ્યસંસ્થાનું પ્રભુત્વ હતું. લોકો કચડાયેલ હતા અને ધર્મ-સંસ્થા હતી જ નહીં.
કેન્સયુશિસ લાઓસને બહુ જ માનનાર અને ચીની તત્ત્વજ્ઞાનના આઘ પ્રણેતા કન્ફયુશિસને જન્મ ઈ. પૂ. ૫૫રમાં ચીનના લૂ રાજ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com