________________
(ગર્વનર) બનાવવામાં આવ્યા. થોડાક વખત પછી તેઓ દંડ નિયામક થયા. તેમણે એક મોટા અધિકારીને કઠોર દંડ દઈને ભ્રષ્ટાચારને તદ્દન નાબુદ કરી દીધે.
એક વખત તેઓ પિતાના શિષ્યો સાથે બહારગામ જઈ રહ્યા હતા, ત્યાં ઘેર જંગલમાં એક ડોશીમાને રહેતા જોઈને કેશિયસે પૂછયું : “માજી તમે અહીં શા માટે રહે છે !”
“ શું કરું ભાઈ ! મારા સસરાના બાપુ, સસરા તેમ જ મારા ઘણું, અમે બધા શહેર છોડીને અહીં રહ્યા હતા. અહીં વધે આવીને સસરાના બાપુ અને સસરાને ખતમ કરી નાખ્યા. પછી મારા પતીને પણ ખાઈ ગયો...!” ડોશીએ કહ્યું.
તે પછી તમે શહેરમાં કેમ જતા નથી !” કે ફ્યુશિયસે પૂછ્યું.
“આ દેશને રાજા અત્યાચારી છે. તેના નગર કરતાં આ જંગલ સારૂં છે!” ડોશીએ કહ્યું.
તેમણે પોતાના શિષ્યોને કહ્યું : “જોયું, ભયંકર વાધ કરતાં પણ અત્યાચારી શાસક વધુ ભયંકર હોય છે !”
તેમણે આખા માનવસમાજના સંબંધને પાંચ પ્રકારમાં આ રીતે બતાવીને કહ્યું : “(૧) રાજા અને પ્રજા, (૨) પિતા-પુત્ર, (૩) પતિ-પત્ની; (૪) ભાઈ–ભાઈ અને (૫) મિત્ર-મિત્ર. આ પાંચ સંબંધ સારા હોય તે માનવસમાજ સારી પેઠે ચાલી શકે. સુચારૂ રાજ્ય વ્યવસ્થા માટે રાજાએ પહેલાં પોતાના કુટુંબને વ્યવસ્થિત કરવું જોઈએ. તે માટે એણે જાતે વ્યવસ્થિત થવું જોઈએ. પિતાને વ્યવસ્થિત કરવા માટે આત્માને પૂર્ણ દક્ષ અને વ્યવસ્થિત કરવો જોઇએ. તે માટે વિચારોને સૌમ્ય અને સત્યપૂર્ણ બનાવવા જોઈએ. તે માટે જ્ઞાન તરફ ધ્યાન આપવું જોઈએ. પૂર્ણજ્ઞાન તરફ ધપવા માટે વસ્તુના ધર્મની શોધ કરવી જોઈએ !”
વિશ્વ ફલકને સામે રાખીને તેમણે આપેલી આ સાંસ્કૃતિક મૂડી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com