________________
એક અપરાધીને સજા આપી રહ્યો છું.” પ્લેટોએ કહ્યું. “કયા અપરાધીને!” આગંતુકે પૂછયું.
મારા ક્રોધને ” પ્લેટેએ શાંતિથી કહ્યું: “ કારણ કે ક્રોધાવેશમાં સાચે ન્યાય કે દંડ કરી શકાતો નથી !”
પ્લેટોના જીવનમાં સંસ્કૃતિ ખીલી હતી. તેણે એને પ્રચાર કર્યો અને સુકારાતનો સંદેશ લેક-વ્યાપી બનાવ્યા. તેઓ રોજ પ્રાર્થના કરતા અને પ્રભુને ધન્યવાદ આપતા; કારણ કે તેઓ માનતા હતા કે – (૧) ઈશ્વરે મને મનુષ્યજન્મ આપીને વિશ્વષ્ટિએ વિચારવાની શકિત આપી છે, (૨) તેણે મને ગ્રીસ જેવા દેશમાં પેદા કર્યો છે, અને (૩) મહાન સુકરાતના કાળમાં જીવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.”
એરિસ્ટોટલ (અરડુ) એ જ કાળમાં ત્યારબાદ એરિસ્ટોટલ નામને મહાન ચિંતક થઈ ગયે. એના વિષે વિશેષ વાતો મળતી નથી. તે ગ્રીકવાસી હતે. તે મહાન સિકંદરને શિક્ષક છે. તેને સુકરાત અને ડેટા એટલે કદાચ અધ્યાત્મ-વિધામાં રસ ન હોય એ બનવાજોગ છે; પણ મહાન સિકંદરને પાડવામાં તેને મુખ્ય ફાળો હતો. તે પ્રકૃતિ–પ્રેમી હતો અને તેને આદિ વૈજ્ઞાનિક કહી શકાય.
લિયો ટેક્સ્ટય આ પછી સાંસ્કૃતિક ક્ષેત્રમાં, યુરોપમાં લિયો ટોલ્સ્ટોયનું નામ મુખ્યત્વે આવે છે. તેઓ ઓગણીસમી સદીમાં રશિયાના યાસયાના ગામ ખાતે થયા. તેમને કાળ ઈ. સ. ૧૮૨૮ થી ૧૯૧૦ છે.
ટોલસ્ટોયને જન્મ પસાદાર રાજકુટુંબમાં થયો હતો. હાયના નાના પ્રિન્સ નિકેલસ હતા. તેમના પિતા હતા નિકોલસ ટોસ્ટોય. બને લડવૈયા હતા અને લશ્કરી દળના વડા હતા. ટોલ્સ્ટોય પણ લશ્કરમાં જોડાયા. તેમના પિતાની જેમ તેમણે પણ ઉપરના અધિકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com