________________
કારણ કે તેમને ઝેરને યાલ આપવામાં આવ્યો તેને કઈ વિધિ ન કરી શક્યું. એનું કારણ એ હતું કે તે વખતે રાજ્યસંગઠન સર્વોપરિ હતું અને તેમની વિરુદ્ધમાં હતું. તેઓ લોકસંગઠન કરી શક્યા ન હતા. લેકસેવકે એટલે કે પૂજારીએ રાયાધીન હતા. માત્ર વિચારનાં બી નાખવાથી લોક સંગઠિત થઈને જાગૃત થઈ ન શકે. એટલે તે ક્રાંતિના બી તે વખતે પાકી શક્યાં નહીં. કાળે કરીને તે પાકયાં અને ઈસાઈસંસ્કૃતિના ઘડતરમાં તેણે મોટે ફાળે આપો. મહાત્મા ગાંધીજીએ સત્યશોધ માટે પ્રાણત્યાગને પાઠ સુકારાતના જીવનમાંથી લીધે. આમ તેના વિચારણ નાના ક્ષેત્રમાં વેવાઈને અંતે ચોમેર ફેલાયાં.
લેટ (પરસ્તુ) સુકરાત પછી તેના શિષ્ય પ્લેટ કે પરસ્તુનું નામ આવે છે. એ પણ ગ્રીસમાં જ થશે. તે ગ્રીસને મહાન તત્ત્વચિંતક હત; તેમજ સાંસ્કૃતિક ક્રાંતિકાર હતે. ગ્રીસની જે સંસ્કૃતિને વ્યવસ્થિત પ્રચાર થયા તેના મૂળમાં પ્લેટો જ હતું. તેણે રાજપસંસ્થા વિષે વ્યવસ્થિત ગ્રંથ લખ્યો. રાજ્ય, શાસક અને પ્રજા અંગેની સંસ્કૃતિના સૂત્રો આપ્યાં.
હેરોમાં સત્યશોધની ખૂબ જ તાલાવેલી હતી. એકવાર તેમના એક મિત્રે પૂછયું : “તમને સત્ય શીખાડાની ધગશા છે તેટલી જ સત્ય મેળવવાની છે. તો તે કયાંસુધી ચાલુ રહેશે !”
પ્લેટોએ કહ્યું: “જ્યાં સુધી સત્યને મેળવવા માટે હું શરમાઈશ નહીં, ત્યાં સુધી!” - તેમને પણ તે વખતના રાજ્યકર્તાઓએ ઘણી મુશ્કેલીમાં મૂકી દીધા હતા. પણ તેઓ પિતાની બુદ્ધિ અને કૌશલ્યથી રસ્તો કાઢી લેતા. અને તેમને ન્યાયાધિકારી બનાવવામાં આવ્યા અને અપરાધીને દંડ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું. ત્યાં પણ તેઓ પિતાને ક્રોધ શાંત થયા પછી જ દંડ આપતા. એકવાર કોઈએ તેમને શાંત બેઠેલા જોઈને પૂછયું: “તમે બેઠા-બેઠા શું કરે છે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com