________________
ચર્ચા-વિચારણ
૫ દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સવાંગી ક્રાંતિની દિશામાં પ્રિય નેમિમુનિએ ઈશું, મુહંમદ અને જરથુસ્તનાં જીવને મૂકી ઠીક પ્રકાશ પાડયો. મારા નમ્ર મતે જૂના કરારમાંથી નવા કરાર તદ્દન બીજી અને અહિંસા-તરફી દિશા લીધી. જના કરારમાં તારો દાંત પાડે તે તું દાંત પાડજે તેમ હતું. ઈશુએ કહ્યું કે “ડાબા ગાલ પર મારે તે જમણે ધરજે!” અને પ્રાણુતે ઘણું સહ્યું. પ્રાણ, પરિગ્રહ અને પ્રતિષ્ઠા ત્રણેય બાબતમાં શહીદીનો જાતે સંદેશ ધર્યો.
રાજને એક દેવ–એ રીતે મૂર્તિઓ અને તેની સાથે પાપાચાર ખૂબ વધેલ. તે વખતે મુહંમદ પયગંબરને પણ પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભોગે ઘણું જ કરવું પડયું હતું. તેમની સામે યહૂદીઓ, ખ્રિરતીઓ અને જૂના વિચારના કબીલાઈ લેકે હતા. નારી કદર, માનવ કદર ચૂકેલા માણસને તેમણે માનવ-સન્માનની નવી વ્યાખ્યા આપી અને માંસાહાર, વ્યભિચાર જેવા દૂષણથી વાળ્યા. તેમણે ગુલામી. પ્રથા છેડાવી; એક બ્રહ્મ, એક ખુદાની વાત કહી. મંસૂર થયા તે પહેલાં હું ન ભૂલતો હોઉં તો સંત બહેરામ પણ થયા. તેમણે જીવશિવ છે તે વાત કહી. આમ મુહંમદ પયગંબર ઘણું કર્યું.
શ્રી, માટલિયાઃ “પૂર્વગ્રહથી મુકત થઈ સમાજનું અવલોકન. કરી લખનારા ઘણા વિદ્વાનોએ ઉત્તમ પુસ્તકો લખ્યાં છે; પણ તેને લાભ સમાજને મળતું નથી. કારણ કે જે પક્ષ સત્તા ઉપર કાયમ હોય તે વિરોધી વિચારવાળાને મારી નાખે છે. યહુદીઓએ ઈશુને માર્યા તેમને એ વારસે ખ્રિસ્તીઓએ લીધો. આમ ધર્મ-વિકાર, પેઢીઓ સુધી ચાલ્યો અને ઘણાં સારાં ક્રાંતિકારો માર્યા ગયા. છતાંયે પ્રાણના ભેગે ક્રાંતિ કરનારાઓ દુનિયામાં પાકે જ છે. શિક્ષિતનું ધોરણ ઊંચું બને એટલે કાંત રાજ્યને કે કાતિ મૂડીવાદને પલ્લે તે ખેંચાઈ જાય છે.
જ્ઞાન જેક સુલભ છે, પણ તેની સાથે વિલાસપ્રિયતા મળતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com