________________
હતી. તેમણે રાજ્ય સંસ્થાને આશ્રય લઈ ધર્મ-પ્રચાર અવશ્ય કરે પણ, લોકસંસ્થા, લેકસેવક સંસ્થા કે સાધક (ધર્મ) સંસ્થા સાથે તેને અનુબંધ ન હોવાથી સર્વાગી ક્રાંતિ આગળ ન વધી શકી. તે ત્યાં જ અટકીને રહી ગઈ. જોકે ત્યાંથી આગળ ન વધી શક્યા. તેમનામાં રૂઢિચુસ્તતા અને ધર્મઝનૂન હદ બહારનાં આવી ગયાં. જે ઉદારતા હજરતે મુસલમાનોને આપી. તેટલી જ સંકીર્ણતા ત્યાં જોવામાં આવે છે.
[૩] યશે જરથુસ્ત એવી જ રીતે પારસી ધર્મના સંસ્થાપક અશજરથુસ્ત થઈ ગયા. તેમણે પોતાના જીવનમાં સર્વાગી ક્રાંતિની દિશામાં પગલાં માંડયાં હતાં. લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં તેઓ ઇરાનમાં થઈ ગયા. ત્યાં આર્ય લકાની વસતિ હતી. આર્ય લેકમાં જૂના ધર્મ સંસ્કાર અને રિવાજે હતા. જરથુસ્તે તેમાંથી રૂઢિઓને દૂર કરવા પ્રયત્ન કર્યો. તે અંગે તેમને પહેલાં પ્રેરણા થઈ અને પોતાના ભાગે આવેલી સંપત્તિ, ઘરબાર વગેરે બધું છેડી, માત્ર એક કપડું વીંટી નીકળી પડયા. તેમણે અનેક કષ્ટ સહ્યાં. એક વખત ત્યાંના રાજાએ તેમને કેદ કર્યા પણ પાછળથી તે એમને શિષ્ય બની ગયે. તેમણે લોકોને પવિત્ર મન, પવિત્ર વાણી અને પવિત્ર કર્મને ઉપદેશ આપે. એમના અનુયાયીઓ (પારસી લોકે)માં એમના ઉપદેશથી યુદ્ધત્યાગ, ઉદ્યોગ, પરોપકાર, રાષ્ટ્રની નીતિને અનુકૂળ થવું, વગેરે ગુણો આવ્યા.
આમ જરથુસ્ત વ્યક્તિગત ક્રાંતિ કરી પણ તે વખતે ચારે સંસ્થાને અનુબંધ હતું જ નહીં. રાજ્ય સર્વોપરિ હતું; તેમણે શિષ્ય બનાવ્યા પણ ન હતા, એટલે સર્વાગી ક્રાંતિ ન થઈ શકી.
ભારતમાં ૪ મહાપુરુષે સર્વાગી ક્રાંતિ કરી શક્યા તેનું કારણ તેમને ચારે સંસ્થા સાથે અનુબંધ હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com