________________
નમાજ ભણાવી પણ મુશ્કેલ બની ગયું હતું. કબીલાવાળા તેમને મારવા માટે તૈયાર થઈ ગયા હતા એટલે મદીનાવાળા તેમને પિતાને ત્યાં લઈ ગયા. તેમને વિજ્ય થ અને મક્કા પાછા ફર્યા. પણ તેમણે કઈ પાસે બદલે ન લીધે. એટલું જ નહીં વિધમ ઇસાઇઓના માનની પણ એટલી જ મર્યાદા તેમણે જાળવી હતી.
એકવાર નજરતથી કેટલાક ઇસાઇઓ મુહંમદ સાહેબ પાસે આવ્યા. તેમને ઉતારો મજીદમાં રાખે. તેથી તેમના મનમાં શંકા થઈ કે કયાંક તેમને મુસલમાન તે નહીં બનાવે ને શુક્રવારની નમાજ શાંતિથી થઈ. ઈસાઈઓ તેમાં ન ભળ્યા. શનિવાર ગયો અને રવિવાર આવ્યો. પેલા લેક ગડમથલમાં પડ્યા કે શું કરવું? બહાર કરશે તે મુસલમાન મારી નાખે. અંદર કરીએ તો મજીદમાં કઈ રીતે “ગોડની પ્રેયર” થઈ શકે?
તે વખતે મુંહમદ સાહેબે હાજર થઈને કહ્યું: “ભાઈઓ હું સહેજ મોડે પડ્યો છું. તમે રવિવારની પ્રાર્થના મજીદમાં કરજે એ કહેવું ગઈ કાલે ભૂલી ગયે હતો !”
પણ, અમે મજીદને નાપાક કરવા ઈચ્છતા નથી. તમારા સાથીઓ રોષે ભરાશે!” ઈસાઈઓએ કહ્યું.
“ખુદાની બંદગીથી મજીદ નાપાક ન થાય!” મુહંમદ સાહેબે કહ્યું.
પણ અમે તો ગોડની “પ્રેયર કરીએ છીએ !”ઈસાઈઓએ કહ્યું. ' “નામ બદલવાથી, વસ્તુ બદલાતી નથી! ખુદા કે ગોડ એકજ છે. પ્રાર્થના કે નમાજ પણ એકજ છે.” મુહંમદ સાહેબે કહ્યું.
તેમની એ ઉદારતા જોઈને એ લેકે દિગ થઈ ગયા તેમણે કહ્યુંઃ “હજરતા આપ ખરેખર પયગંબર છે !”
આ રીતે મુહંમદ સાહેબે સર્વાંગી ક્રાંતિની દિશામાં કુચ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com