________________
અને તેમને પિતાના અદમ્ય સંક૯૫ પ્રમાણે રસ્તો મળે. તેમને બધિલાભ થશે.
બોધિલાભ થયા બાદ ભગવાન બુદ્ધે તે વખતનાં ખોટાં સામાજિક મૂલ્યો અને ધર્મના નામે ચાલતા પાખંડ, યજ્ઞ, જાતિવાદ વગેરેને નિવારવા માટે ખૂબ પુરૂષાર્થ કર્યો. તે વખતે બ્રાહ્મણે પણ એમની સામે થયા. તેમણે પોતાના લેભ અને સ્વાર્થમાં ભંગ પડતો જોઈને, બુદ્ધને રાજાઓ અને પ્રજાઓ વડે તિરસ્કૃત કરવાને તરછોડાવવાને ખૂબ પ્રયત્ન કર્યો પણ તેમનું કંઈ પણ ચાલ્યું નહીં.
બનેની સર્વાગી ક્રાંતિ સર્વાગી ક્રાંતિકાર ભલે બધા ક્ષેત્રમાં ઊંડા ન ઊતરે પણ બધા ક્ષેત્રોમાં એમની ધર્મક્રાંતિને સ્પર્શ તે હોવો જોઈએ. આ વાત આ બને સર્વાંગી ક્રાંતિકારોના જીવનમાં તપાસીએ.
(૧) ધાર્મિક ક્ષેત્રમાં તો આ બંને પુરૂષોએ ખાસ ક્રાંતિ કરી જ હતી. તે વખતે બ્રાહ્મણ વર્ગ અને ક્ષત્રિય વર્ગ મળીને યજ્ઞયાગાદિ ક્રિયાઓમાં મુખ્યત્વે પડી, મૂળ આધ્યાત્મિક લક્ષ્ય ચૂકી રહ્યો હતો તેમાં પણ ઘોર પશુવધ ચાલતો હતો.
- બુદ્ધે કરુણાને માધ્યમ બનાવી તેને નિષેધ કર્યો. તેમણે આ અંગે સ્થળ હિંસામય યોને સીધે-પ્રત્યક્ષ વિરોધ કર્યો.
મહાવીરે ત્યારે લોકોને અહિંસાનું માધ્યમ બનાવી તે અંગે સમજણ પાડી. અનેક કર્મકાંડે કે જેમાં પુરૂષાર્થ હણાત તેમજ દેવદેવીઓને રીઝવી કામજન્ય વાસના સંતોષવાની વાતો હતી; તેમાં તેમણે પુરૂષાર્થથવતસાધનાથી જ માણસ સુખી રહી શકે છે, એ રીતે પરાશ્રયીપણું છોડાવી, સ્વાશ્રયીપણું શીખવ્યું.
(૨) આર્થિક ક્ષેત્રમાં પણ બન્નેએ ક્રાંતિ કરી.
બુધે “સમ્યફ આજીવિકા ”ને આર્ય આષ્ટાંગિક માર્ગમાં બતાવીને તે વખતના સમાજમાં આજીવિકા શહિ ઉપર ભાર મૂક્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com