________________
મહાવીરે ત્યારે સાધકે માટે ૧૫ પ્રકારની માહિંસક આજીવિકાકમદાન, તદન છેડવાની વાત મૂકી. પરિગ્રહની મર્યાદા કરવાની વાત કહી અને તે અંગે વ્રત ૫ણું મૂક્યું. એટલું જ નહિ વ્યાપાર-ધંધામાં તથા વહેવારમાં શુદ્ધિ અને પ્રમાણિકતાની વાત ત્રીજા વ્રતના અતિચારમાં બતાવીને રજૂ કરી.
(૩) સામાજિક ક્ષેત્રમાં બન્ને પુરૂષોએ ઘણું જમ્બર કામ કર્યું છે, તે વખતે અનેક અનિષ્ટ ચાલતાં હતાં. સ્ત્રી જાતિને ઘણું જ અન્યાય કરવામાં આવતો હતે. સ્ત્રી અને શુદ્રોને ધર્મશાસ્ત્ર વાંચવાશીખવાને અધિકાર નહતો, ત્યાં મોક્ષની વાત જ કયાંથી હોઈ શકે? તે વખતે જાતિવાદની પ્રબળતા હતી. બ્રાહ્મણે પિતાને શ્રેષ્ઠ માનતા હતા.
મહાવીરે સ્ત્રી જાતિના ઉદ્ધાર માટે ઘણું કર્યું. તેમને અભિગ્રહ તો જાણી જ છે એટલું જ નહીં એવી એક સ્ત્રી ચંદનબાળાને તેમણે સંઘમાં અગ્રસ્થાન આપ્યું અને ૩૬ હજાર સાધ્વીઓની શિરછત્રા બનાવી. નારીઓને સાધ્વી-દીક્ષા આપવા અંગે તેમણે પહેલ કરી. તેમજ તેમણે મૈતાર્ય, હરિકેશી, ચિત્તસંભૂતિ, અર્જુન માળી જેવા શુદ્રો તેમજ ટંકકુભાર, શકરાલ કુંભાર જેવા પછાત જાતિના લોકોને પિતાના સંઘમાં સ્થાન આપ્યું.
બુધે પણ નારીઓને ભિક્ષુ થવાને અધિકાર પાછળથી આપ્યો. તેમના સંધાડામાં ઘણું ભિક્ષુણીઓ પણ થઈ. તેમણે પણ જાતિવાદને ઉચ્છેદ કરી ઘણું શુદ્રો અને પછાતવર્ગના લોકોને પોતાના શિષ્ય બનાવ્યા હતા.
ટુંમાં બન્ને મહાપુરૂષોએ જાતિવાદને ઉછેદ કર્યો અને વૈદિક ધર્મમાં જે સ્ત્રીને મુક્તિને યોગ્ય ન ગણી હતી તેને તે યોગ્ય પ્રતિષ્ઠિત કરી અને માતૃજાતિનું ગૌરવ વધાર્યું. આમ તે જમાનાનાં પ્રચલિત મૂલ્યોને તેમણે પલટાવ્યાં હતાં.
. (૪) સાંસ્કૃતિક ક્ષેત્રમાં પણ બંને મહાપુરુષોએ ઘણું કામ કર્યું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com