________________
૪૩
સમાજમાં ચારે બાજુ ઘોર અનિષ્ટો ચાલતાં હતાં. પ્રાણીઓની હિંસા યજ્ઞના નામે થતી હતી. તે અંગે જગતજી દુખી હતા. બ્રહ્મવાદીઓ તેને ઉકેલતા ન હતા. તેથી તેમણે એ દુઃખ દૂર કરવાની પિતાની ફરજ ગણી અને તેમની ઉત્કટ તાલાવેલીએ એક રાતે તેમને મહાપ્રસ્થાન કરાવ્યું.
તેમણે પ્રવજ્ય લીધી; કષ્ટ સહ્યાં! ધ્યાન અને એમનો રસ્તો લીધે. એકાગ્રતા સાધી પણ તેમાં એમને સમસ્ત માનવજાતિનાં કલ્યાણનો માર્ગ ન જડ્યો. તેમણે દેહદમનને માર્ગ લીધો. કઠોર તપ વડે તેમણે શરીરને શોષાવી નાખ્યું. પણ ચિત્ત, વિચાર અને કાર્યની શક્તિ ખીલવાને બદલે ઘટવા લાગી. એટલે તેમનાં મનનું સમાધાન ન થયું. ચાલુ સાધનાના માર્ગોમાં તેમને કયાંયે, કલેશકંકાસમાં રચીપચી રહેતી માનવજાતિના સ્થાયી સુખને માર્ગ ન દેખાય.
તેથી કરીને તેમણે ઉગ્ર તપ તર્યું. પિતાના ૫ વિશ્વાસુ શિષ્યોને ગુમાવ્યા. બુદ્ધ સાવ એકલા પડી ગયા. તેમના શિષ્ય તેમની નિંદા કરવા લાગ્યા. આ રીતે એમને કોઈ સંઘ, મઠ કે સેબતીઓની દૂફ ન રહી. અહીં સવગી ક્રાંતિકારનાં બીજ તેમનાં જીવનમાં દેખાય છે. તેઓ પ્રાણ, પ્રતિષ્ઠા કે પરિગ્રહ તેમ જ સાથીઓ સુદ્ધાંની પરવાહ કરતા નથી; અને ઉત્સાહથી આગળ ધપે છે. તેમણે જે માર્ગો પહેલાં લીધા હતા, તેમને કોઈ પણ પ્રકારને મોહ કે પૂર્વગ્રહ ન રાખ્યો; જ્યારે સ્વીકારેલા પંથને પૂર્વગ્રહ છોડવામાં મોટા મોટા સાધક નાસીપાસ થાય છે.
પછી નજર નદીને કાંઠે વિશાળ ચોગાનમાં સુંદર પ્રાકૃતિક દ વચ્ચે પીપળાના વૃક્ષ નીચે આસનબદ્ધ થઈ બુદ્ધ ધ્યાનમગ્ન થાય છે. તે વખતે તૃષ્ણ અને કામના પૂર્વ સંસ્કારનું ઠંદ એમના મનમાં શરૂ થાય છે. એ ચંચળ વૃત્તિઓ તે મારની સેનાઓ. બુદ્ધ આ બધી વૃત્તિઓ ઉપર વિજ્ય મેળવ્યું એટલે તેઓ મારજીત કહેવાયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com