________________
: –જિનેન્ટો (અરિહંતે) પિતાની આત્મશક્તિથી જ પરમપદને મેળવે છે.
આમ ભગવાન મહાવીર, સર્વાગી ક્રાંતિ કરવામાં, બીજા કોઈની મદદ લીધા વગર પોતાના પુરૂષાર્થથી જ આગળ વધ્યા હતા. તેમણે કષ્ટો, ઉપસર્ગો અને પરિષહે જીતવામાં કઈ ખામી નહોતી રાખી.
તે વખતે બ્રાહ્મણવર્ગનું અખંડ વર્ચસ્વ હતું. એટલે તેઓ સમાજમાં મહાવીરને પગદંડો જમવા દેવા ઈચછતા ન હતા. ઠેર ઠેર તેમને તિરસ્કાર કરવામાં આવતે, અપમાન થતું તેમને “મૂડે આવ્યો, બાવો આવ્યો, નાસ્તિક આવ્યો !” આવી અશિષ્ટવાણું કહેવામાં આવતી. તેથી જ કંટાળીને ગોશાલકે ભગવાન મહાવીરને સાથ છોડી દીધો હતો. પણ તેમણે તે –
प्राणान्तेऽपि प्रकृतिविकृति जायते नोत्तमानां
–એટલે કે પ્રાણાતે પણ ઉત્તમ લેકની પ્રકૃતિ વિકૃત થતી નથી. એ સૂત્ર પ્રમાણે અડગ રહી લોકોને મૂક પ્રેરણા આપી. આમ આપણને તેમનાં જીવનમાં ઠેર ઠેર પ્રાણપ્રતિષ્ઠા-પરિગ્રહ હેમવા અંગેના દષ્ટાંતો ભરપૂર મળી આવે છે.
ભગવાન બુદ્ધ એવી જ રીતે ભગવાન બુદ્ધના જીવનમાં સર્વાગી ક્રાંતિ માટે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહ છેડવાની તૈયારી જણાય છે. તેમના જીવનમાં સત્યની અદમ્ય શોધ માટે પ્રાણને પણ પીછેહઠ ન કરવાને સંકલ્પ મુખ્ય હતા. • તેમણે જોયું કે જીવનમાં વ્યાધિ, ઘડપણ અને મૃત્યુ એવાં દુખે છે કે જેને કોઈ ટાળી શકતું નથી. તે તેને ઉકેલ શોધવા તેમણે રાજ્ય, કુટુંબ અને પરિવારને ત્યાગ કર્યો. ત્યાંથી આગળ જતાં તેમની આગળ જીવનના ઘણાં પ્રશ્નો આવીને ઊભા રહ્યાં..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com