________________
ત્યાં લાવ્યા છે તેને કોઈ કામસર જવાનું થયું એટલે તેણે ભગવાન મહાવીરને કહ્યું : “મારી ગાયો ચરે છે, તેનું ધ્યાન રાખજે !
પણુ, મહાવીર તે ધ્યાનસ્થ હતા. તે કંઈ બોલ્યા નહીં. ગાયો ચરતી ચરતી દૂર ચાલી ગઈ. પેલે ગોવાળિયે પાછો આવ્યો અને ગાયને ન જોતાં તેણે પૂછયું “મારી ગાયો ક્યાં ગઈ?”
પ્રભુ મૌન હતા એટલે તેના પેટમાં ફાળ પડી ! તેને શંકા થઈ કે આણે જ કયાંક ગાયો છૂપાવી દીધી હશે. તેણે ગુસ્સે થઈને કહ્યું : “જલદી બતાવી નહીં તો તારી ખબર લઉં છું.”
ભગવાન મહાવીર આત્મધ્યાનમાં લીન હતા. તેઓ કંઈ બોલ્યા નહીં. છેવટે ગોવાળિયાએ તેમના કાનમાં ખીલા ભકયા. તે વખતે ભગવાનને અપાર કષ્ટ થયું; તેમણે ચીસ પાડી પણ ગોવાળિયા પ્રતિ તેમને દ્વેષ કે વેરની ભાવના ન થઈ. તેમણે વિચાર્યું કે “સમાજમાં
જ્યાં સુધી આના જેવા અજ્ઞાન લેકે છે, મારે આવાં કષ્ટો . સહેવાં જ પડશે.”
ત્યારબાદ સંગમ નામના દેવે ભગવાન મહાવીરને ઘેર ઉપસર્ગો (કષ્ટો) આપ્યા. તેમણે સમભાવે એ બધાં કષ્ટો સહ્યાં. આ બધાં કષ્ટો જોઈને ઈકના મનમાં થયું કે આ મહાપુરૂષ ઉપર હજુ ઘણું કષ્ટો આવવાનાં છે તે માટે હું તેમની મદદ કરું.
તેણે ભગવાન મહાવીર પાસે આવીને. તેમની સાથે રહેવાની અને સેવા કરવાની માંગણી કરી ભગવાન મહાવીરે કહ્યું:
'इदा । न एवं भूयं न एवं भव्वं, न एवं भविस्सइ' હે ઈંદ્ર ! એવું કયારેય થયું નથી, વર્તમાનમાં થશે નહીં અને ભવિષ્યમાં થવાનું પણ નથી. એટલે કે તીર્થકર, બીજાની મદદ લઈને કદિ સાધના નહી કરે.
स्ववीर्येणैव गच्छन्ति जिनेन्द्राः परमं पदं.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com