________________
માગતી હોય, દિલમાં પ્રસન્નતા હોય છતાં આંખોમાં આંસુ હોય, એવી કન્યાના હાથે હું આહાર લઈશ. આજની ભાષામાં એને સૌમ્ય – સત્યાગ્રહ કે શુદ્ધિ પ્રયોગ કહી શકાય. આવી કન્યા અંગેને અભિગ્રહ કરવા પાછળ મહાવીરને ઉદ્દેશ તે હશે જ તે માટે એક—બે મહીનાજ નહીં, ૫ મહિના અને ૨૫ દિવસના અંતે તેમને સફળતા મળી હતી. તેમને આ અભિગ્રહમાં પ્રાણાંત સુધીની તૈયારી રાખવી પડી હતી.
એવો જ ત્રીજે પ્રયોગ તેમણે વિશ્વ વાત્સલ્ય અંગે કર્યો હતો. તેઓ વિધવાત્સલ્યને સમાજ માન્ય અને વહેવારૂ બનાવવા માગતા હતા. તે વખતે લે કે એમ જ માનતા કે ક્રૂર, ઉદંડ કે પાપી જીવો, દંડ વગર, પ્રહાર વગર કે હિંસા વગર કાબૂમાં આવતા જ નથી. તેમાં પણ ક્રૂર જીવોની તે પિતાના રક્ષણ માટે હિસા જ કરી નાખવી જોઈએ.
તે વખતે ચંડકૌશિક નામને એક સાપ હતો. તે ઘણાં લોકોને - રંજાડતો હતો. લોકે એનાથી ભયભીત થઈ ગયા હતા. તેમણે તે રસ્તે જવું-આવવું બંધ કરી દીધું હતું. તેમણે બીજે રસ્તે –લાંબે રસ્તો બનાવ્યો હતો. ભગવાન મહાવીરે પિતાના વિશ્વ વાત્સલ્યના સિદ્ધાં તના વહેવારિક પ્રયોગ માટે તેજ રસ્તે જવું પસંદ કર્યું. તેઓ સીધા એના રાફડા ઉપર ગયા. ચંડકૌશિકે ગુસ્સે થઈને હૂંફાડ માર્યો, ડંખ માર્યો અને અંતે તે કરશે પણ ખરે! પણ ભગવાન અતિશય શાંતિ ધારણ કરે છે. જેની દૂકના ઝેરથી માણસે મરી જતા તેના દંશથી લેહીના બદલે ભગવાનના અંગૂઠામાંથી દૂધ નીકળે છે. એટલે ભગવાન તેને પ્રતિબંધ આપે છે. “હે ચંડકૌશિક! હજુ પણ સમજ. હજી પણ તું તારી જિંદગીને સફળ બનાવી શકે છે.” આમ તેનું હૃદયપરિવર્તન કરાવી ફરતા કઢાવી નાખે છે. તેને શાંતિ અને ક્ષમાની દીક્ષા આપે છે.
દીક્ષા લીધા પછી એક વખત જંગલમાં ભગવાન મહાવીર દયાનસ્થ ઊભા હતા. તે વખતે એક ગોવાળિયે પોતાની ગાયો ચરાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com